Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં સતત બીજા દિવસે 5 હજાર કરતા ઓછા કેસ, ટેસ્ટ ઘટાડાતા કેસ ઘટયાની ચર્ચા

અમદાવાદમાં સતત બીજા દિવસે 5 હજાર કરતા ઓછા કેસ, ટેસ્ટ ઘટાડાતા કેસ ઘટયાની ચર્ચા

0
37

શહેરમાં બાંધાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનાના ડોમ પર કોઈ હાજર મળતુ ન હોવાની ફરિયાદ

અમદાવાદ:અમદાવાદમાં સોમવારે સતત બીજા દિવસે કોરોનાના કેસ (Ahmedabad Corona Case Testing) 5 હજારથી ઓછા હોવાની સરકારે જાહેરાત કરી. પરંતુ લોકોમાં એવી ચર્ચા છે કે ટેસ્ટની સંખ્યા ઘટાડવામાં આવતા કેસની સંખ્યા ઘટેલી દેખાય છે. નહીંતર પરિસ્થિતિ હજુ વણસેલી જ છે. સરકારી આંકડા મુજબ સોમવારે 24 કલાકમાં નવા 4616 કેસ અને 25 મોત નોંધાયા રવિવારે આ સંખ્યા થોડી વધારે એટલે 4683 કેસ અને 26 મોતની હતી.

શહેરમાં એપ્રિલમાં સતત કેસ વધ્યા બાદ મે મહિનાની શરૂઆતથી જ કોરોનાના નવા કેસની સંખ્યા ઘટવા પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા રેપીડ એન્ટિજન ટેસ્ટની સંખ્યા ઘટાડી દીધા હોવાથી શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાની શહેરીજનોમાં ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચોઃ નિકોલમાં લુખ્ખા તત્વોનો આતંકઃ બે ભાઇઓને સરેઆમ ચાર ઇસમોએ ધોઇ નાંખ્યા

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલા ટેસ્ટ (Ahmedabad Corona Case Testing)માટેના ડોમ ઉપર કોઈ સ્ટાફ જ જોવા મળતો ના હોવાની ફરીયાદો વ્યાપક બની છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ1,74,994 કેસ

અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ1,74,994 કેસ નોંધાયા છે. કુલ મૃત્યઆંક 2919 થયો છે. જ્યારે સોમવારે 3924 લોકોને સાજા થયા. રવિવારે આ સંખ્યા 3510 હતી.આમ સોમવારે તેની સાથે અત્યારસુધીમાં કુલ 1,04285 લોકો સાજા થયા છે.

અમદાવાદ શહેરમાં મે મહિનાની શરૂઆતથી અચાનક જ કોરોનાના કેસની ઘટતી સંખ્યાને લઈને શહેરીજનોમાં ચર્ચા છે.કારણ એ છે કે,મ્યુનિ.તંત્ર તરફથી કોરોના ટેસ્ટ કરવા માટે બોપલ સહિતના અન્ય વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલા ડોમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ગણતરીની ટેસ્ટ કીટ આપતુ હોવાથી સ્ટાફ જેટલી કીટ મળી હોય એટલા ટેસ્ટ કરીને સ્થળ છોડી જતા રહેતા હોઈ ટેસ્ટ કરાવવા પહોંચનારને ધકકો પડતો હોય છે.

ગુજરાતમાં ટેસ્ટ ઘડાડાયાની સાબિતીના દૈનિક આંકડા

Ahmedabad testing

આ પણ વાંચોઃ રસીનો જથ્થો ખૂટી પડતા હેલ્થકેર- ફ્રન્ટલાઈન વર્કર , તેમજ 45 વર્ષ ઉપરના નાગરિકોનું રસીકરણ હાલ સ્થગિત કરાયું

રવિવારે શહેરમાં નવા કેસ 4683 નોંધાયા હતા

સરકારી આંકડા મુજબ રવિવારે છેલ્લા 24 કલાકમાં નવા 12978 દર્દી ઉમેરાયા. જ્યારે અમદાવાદમાં આ સંખ્યા 4683ની છે. આગલા દિવસે શનિવારે 5,060 અને તેના પહેલાં 24 એપ્રિલથી એક મે સધી રોજનો આંકડો સતત 5 હજારની ઉપર હતો. દરમિયાન 25 એપ્રિલે સૌથી વધુ 5864 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 1494, મહેસાણામાં 565 અને વડોદરામાં 523 કેસ નોંધાયા હતા. Ahmedabad Corona Case Testing

અમદાવાદમાં છેલ્લા 13 દિવસનો કોરોના ગ્રાફ

            તારીખ            નવા કેસ          મોત           રિકવરી

    • 21 એપ્રિલ        4,903             23              969
    • 22 એપ્રિલ       5,226             24            1,039
    • 23 એપ્રિલ        5,470            22             1,324
    • 24 એપ્રિલ        5,477             26            1,664
    • 25 એપ્રિલ        5,864             29            1,644
    • 26 એપ્રિલ        5,679             27             1,827
    • 27 એપ્રિલ         5,725             26           2,003
    • 28 એપ્રિલ         5,740            26           2,263
    • 29 એપ્રિલ         5,317             25           2,557
    • 30 એપ્રિલ         5,439            23           2,968
    • 1 મે                    5,060            22           3,199
    • 2 મે                    4,683           26            3510
    • 3 મે                    4,616            25            3924

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં ICU અને ઓક્સિજનના 245 જ બેડ ખાલી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat