Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > જાણી લો, એક ફિલ્મી ગીત પણ તમને જેલની હવા ખવડાવી શકે છે

જાણી લો, એક ફિલ્મી ગીત પણ તમને જેલની હવા ખવડાવી શકે છે

0
363

અમદાવાદઃ લગ્ન સમયે પ્રી-વિડીયો કે ફોટોશૂટિંગ કરાવવા સામાન્ય બાબત છે, પરંતુ શું તમે જાણો છો કે જો તમે તેમા ધ્યાન ન રાખ્યું તો (ahmedabad_copyright case) જેલની હવા ખાવાનો પણ વારો આવી શકે છે. તમે કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ શકો છો. આવી જ સ્થિતિ થઈ છે અમદાવાદમાં વિડીયો આલ્બમ શૂટ કરનારી વ્યક્તિની.

તેણે આના લીધે કોઈપણ ગંભીર ગુના વગર જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. તેની ભૂલ ફક્ત એટલી જ છે કે તે લગ્નના પ્રી-વિડીયો કે ફોટોશૂટમાં (ahmedabad_copyright case)ફિલ્મી ગીતો મૂકતો હતો અને આ માટે તેણે તે ગીતોની માલિક કંપનીની મંજૂરી લીધી ન હતી. આમ તેના પર કોપીરાઇટ બંગનો કેસ લાગ્યો છે.

આ પણ વાંચોઃ BREAKING : સ્કૂલ ફી-કૃષિ બિલ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની અટકાયત

અમદાવાદમાં વિડીયો શૂટિંગ કરતા અને આલ્બમ બનાવતા તેજસ બારોટે (ahmedabad_copyright case)એક દિવસે સવારે તેના ઘરની બહાર પોલીસ જોઈ ત્યારે તે આશ્ચર્ય પામ્યો હતો. પોલીસ તેને લેવા આવી હતી. પોલીસને તેણે પૂછ્યું કે તેનો ગુનો શું છે, પોલીસે કહ્યું તમે પોલીસ સ્ટેશને આવશો ત્યારે ખબર પડશે. તેજસ બારોટ એકદમ નિશ્ચિતતાથી પોલીસ સ્ટેશને ગયો, તેને હતુ કે તેણે કોઈ ગુનો કર્યો જ નથી તો પછી તેની સામે પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કેવી રીતે થઈ શકે.

પોલીસે તેજસ બારોટને જણાવ્યું કે તેની સામે કેસ કરવામાં આવ્યો છે. આ કેસ કોપીરાઇટ ભંગનો (ahmedabad_copyright case)છે. તેજસ બારોટ ટી સિરીઝ કંપનીની જાણ બહાર તેના વિડીયો અને ઓડિયો લગ્નના આલ્બમમાં મૂકતો હતો. આમ આ માટે તેણે ટી-સિરીઝની મંજૂરી મેળવી ન હોવાથી તેના પર કોપીરાઇટનો કેસ લાગ્યો હતો.

આ પણ વાંચોઃ મૂળદ સરકારી જમીન કેસની તપાસ પણ જિલ્લા પોલીસ પાસેથી આંચકી લેવાઈ

આમ હવે જો તમે વગર લાઇસન્સના આ પ્રકારના વિડીયો ક્યાંક તમારા આલ્બમ કે વિડીયો રેકોર્ડિંગમાં હોય તો જોઈ જુઓ. જો આવું હોય તો કોપીરાઇટ એક્ટ હેઠળ પોલીસ તમારી સામે પણ ફરિયાદ(ahmedabad_copyright case) નોંધી શકે છે.

હાલમાં તેજસ બારોટ કસ્ટડીમાં છે. તેજસ બારોટ સામેની ફરિયાદ સીઆઇડી ક્રાઇમના સીએફસી સેલમાં એન્ટિ પાયરસી એજ્યુકેટિવ નોંધાવી હતી. આ ઘટના લાગે છે સામાન્ય પરંતુ કોઈપણ સામાજિક પ્રસંગનું આયોજન કરતા પહેલા સાવચેત રહેવુ જરૂરી છે, નહી તો એક ફિલ્મી ગીત પણ જેલની હવા ખવડાવી શકે છે.