Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનો કેર યથાવત

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનો કેર યથાવત

0
68
  • 86 મકાનોમાં 335 જણાં માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયાં Ahmedabad Containment zone
  • આજે દક્ષિણ તથા ઉત્તર પશ્ચિમ ઝોનના ત્રણ જ વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી દૂર કરાયેલા વિસ્તારોની સામે ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા ઘટી છે. આજે ત્રણ નવા વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયાં છે. તેની સામે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ (Ahmedabad Containment zone)વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે.

આમ સરવાળે દૂર કરાયેલા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની સરખામણીમાં (Ahmedabad Containment zone)નવા ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા જૂજ છે. વળી પાછું અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારનો આંકડો 100 નજીક પહોંચ્યો છે.

આજના માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ઝોન તથા ઉત્તર પશ્ચિમ ઝોનના(Ahmedabad Containment zone) વિસ્તારો છે. મતલબ કે પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનો કેર યથાવત છે. આ બંને ઝોનના ત્રણ વિસ્તારમાં 86 મકાનોના 335 માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા છે.

આ પણ વાંચોઃ 18 લાખ કરોડની લૂંટઃ કેન્દ્રએ નાગરિકોના ખિસ્સામાંથી આટલી જંગી રકમ કેવી રીતે ખંખેરી?

આ વિસ્તારોમાં બોપલ, વસ્ત્રાપુર તથા વેજલપુર વિસ્તારનો સમાવેશ થાય છે. (Ahmedabad Containment zone)બોપલના ઇસ્કોન પ્લેટેનિયમના 26 મકાનોના 95, વસ્ત્રાપુરના ચંદ્રપુરી એપાર્ટમેન્ટના 28 મકાનોના 100 તથા વેજલપુરના ડીડી શાંતિનાથ એપાર્ટમેન્ટના 32 મકાનોના 140 જણાં માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબદ્ધ પગલાંઓની (Ahmedabad Containment zone)સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 104 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચોઃ લગ્નના 9માં દિવસે પત્ની પ્રેગનન્ટ થઈ, પતિ વહેમાયો !

તેની સામે 3 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. (Ahmedabad Containment zone)આમ 104 વિસ્તારોમાંથી 5 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 99 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 3 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 102 પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના 1 તથા ઉત્તર પશ્ચિમ ઝોનના 2 વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં બોપલ, વસ્ત્રાપુર તથા વેજલપુર વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ (Ahmedabad Containment zone)મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 25મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.