Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: માત્ર 8 જ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યા

અમદાવાદ: માત્ર 8 જ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યા

0
49
  • કોરોના વધ્યો હોવાની એક તરફ વાત ત્યારે માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારો ઘટયા

  • દક્ષિણ ઝોનમાં કોરોનાનો પ્રભાવ વધુ

  • કોરોના ટેસ્ટ માટે કેમ્પો ઊભા કરાયા

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા એસવીપી હોસ્પિટલોમાં વેન્ટીલેટરવાળા જ દર્દીઓ આવતાં હોવાની સાથોસાથ આ હોસ્પિટલોના બેડ ભરાઇ જવા આવ્યા હોવાની વાતો થઇ રહી છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ (Ahmedabad Containment zone news) વિસ્તાર તરીકે માત્ર 8 જ વિસ્તારોને જાહેર કરાયાં છે.

બીજી તરફ કોરોના કેસો શોધી કાઢવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના (Ahmedabad Containment zone news) હેલ્થ વિભાગે રિતસરની ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરુપે જ શહેરના જુદા જુદા વોર્ડમાં કોરોના ટેસ્ટીંગ માટે કેમ્પો શરૂ કર્યા છે. પરંતુ આ કેમ્પોમાં કેટલાં ટેસ્ટીંગ થયા અને તેમાં કેટલાં નેગેટીવ કે પોઝીટીવ આવ્યા તે અંગે કોર્પોરેશને કોઇ આંકડા સાંજ સુધીમાં જાહેર કર્યા નથી.

અમદાવાદ શહેરમાં (Ahmedabad Containment zone news) કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 378 માઇક્રો કન્ટેઇન્મેન્ટ (Ahmedabad Containment zone news) વિસ્તારો અમલમાં છે.

આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 15 પોઝિટિવ કેસો મળ્યા

જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ (Ahmedabad Containment zone news) વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 8 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ 378 વિસ્તારોમાંથી 18 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 360 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 8 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 368 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોન પર હજુ કોરોના પોઝીટીવનો પ્રભાવ જારી રહ્યો હોવાનું દેખાય છે. દક્ષિણ ઝોનમાં 3, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 અને પશ્ચિમ ઝોનમાં 2 વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદની શકયતા

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 16 સપ્ટેમ્બરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.

ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 15 પોઝિટિવ કેસો મળ્યા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા સતત નવમા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 1628 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 15 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમા સૌથી રાજધાની એક્સપ્રેસમાં આવેલા 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. તબક્કાવાર ટ્રેનમાં આવતાં મુસાફરોમાંથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: સિંહણ શ્રેયાનું કાર્ડીઆક ફેલ્યોરના કારણે મુત્યુ

જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 754 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 370 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 4 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા.

તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન  મારફતે આવેલા 504 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે કુલ 1628 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 15 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા.

કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને મેડીકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/ કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખની પાર

દેશમાં કોરોના વાઈરસ (Corona Virus) થી સંક્રમિતોની સંખ્યા 50 લાખની નજીક પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 83,809 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1,054 લોકોના મરણ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસો ઉમેરવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 49,30,237 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે 80,776 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

જો કે રાહતની વાત એ રહી છે કે, અત્યાર સુધીમાં 38,59,400 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, આટલા દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સોમવારે જ 79,113 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.