Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટ પર એક સાથે 52 શ્રમિકો કોરોના પોઝિટિવ

અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટ પર એક સાથે 52 શ્રમિકો કોરોના પોઝિટિવ

0
150
  • સમગ્ર ગુજરાતમાં કોરોના કહેર યથાવત, રાજ્યમાં કુલ કેસ 1 લાખને પાર
  • અમદાવાદની બુલેટ ટ્રેન કન્સ્ટ્રક્શન સાઈટ પર 52 શ્રમિકો કોરોનાગ્રસ્ત
  • ગુજરાતમાં સતત પાંચમાં દિવસે ગઇ કાલે 1300થી વધુ કોરોના કેસ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ (gujarat corona latest news) કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે અમદાવાદમાં એક વાર ફરી કોરોનાએ તેજી પકડી છે. શહેરના સાબરમતી વોર્ડમાં બુલેટ ટ્રેનની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા શ્રમિકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં. ત્યારે 52 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. 52 પોઝિટિવ કેસો મળી આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવી દઇએ કે હાલમાં અમદાવાદમાં 3753 એક્ટિવ કેસો છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 1729 દર્દીઓનાં મોત નિપજ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સતત પાંચમાં દિવસે 1300થી પણ વધુ કોરોના (gujarat corona latest news) પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 1320 નવા કેસો નોંધાયા છે જ્યારે 14 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 1218 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં કોરોનાના નવા 171 જેટલાં કેસ નોંધાયા છે જ્યારે 4 દર્દીઓનાં મોત થયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા ઘટીને 393 રહી

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. એક સમયે 405 પર પહોંચી ગયેલી આવા વિસ્તારોની સંખ્યા હવે 395 થઇ છે. છેલ્લાં કેટલાંક દિવસથી માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઉત્તરોત્તર વધારો થતો જતો હતો. ગુરુવારની સરખામણીએ સામાન્ય ઘટાડો છે.

માઇક્રો કન્ટેનમેન્ટમાં સતત વધારો થવાના બદલે આજે ઘટાડા તરફ પ્રયાણ કરતાં કોર્પોરેશનના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. તેમાંય આજે એકસાથે 30 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા હતા. તેની સામે માત્ર 18 વિસ્તારોને જ ઉમેરવામાં આવ્યાં છે.

અમદાવાદ શહેરમાં ગુરુવારે 405 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોનો આંકડો પહોંચ્યો હતો. તેમાંથી આજે 30 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા હતા. તેની સામે 18 વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતલબ કે 405માંથી 30 વિસ્તારો બાદ કરતાં આંકડો 375 વિસ્તારો થયા છે. પરંતુ તેની સામે 18 વિસ્તારો ઉમેરાતાં આ આંકડો 393 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ દુનિયાભરમાં અંદાજે 60 ટકા વૅક્સિનનું ઉત્પાદન ભારત એકલું કરે છે : રશિયા