Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત ઉર્ફે ભૂરાના ભાઇ વિરૂદ્ધ જમીન પર ગેરકાયદે પ્રવેશ કર્યાની ફરિયાદ

કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત ઉર્ફે ભૂરાના ભાઇ વિરૂદ્ધ જમીન પર ગેરકાયદે પ્રવેશ કર્યાની ફરિયાદ

0
326
  • કોંગ્રેસનાં શહેર પ્રમુખ શશીકાંત પટેલ ઉર્ફે ભૂરાના ભાઈનું કારસ્તાન પોલીસ ચોપડે નોધાયું
  • 18 કરોડની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી મૂળ જમીનનાં હકદારોને ધાકધમકી આપતો
  • રાજકીય કાર્યકરોનાં જણાવ્યાં મુજબ બંને ભાઈઓ સતત એકબીજાની જોડે જ હોય છે

અમદાવાદ : કોંગ્રેસ પાર્ટી છેલ્લાં 20 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર રહેવા પાછળના કારણોમાં એક કારણ ગુંડાઓને રાજકીય શરણ આપવાની ભૂલ હતું. જો કે સત્તાથી દૂર રહ્યાં બાદ પણ અહમમાં રાચતા કેટલાંક કોંગ્રેસી નેતાઓ ગુંડા અને અસામાજીક તત્વોને છોડતા નથી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસનાં શહેર પ્રમુખ (ahmedabad congress president) શશીકાંત પટેલ ઉર્ફે ભૂરાના ભાઈનું કારસ્તાન પોલીસ ચોપડે નોધાયું છે. બોડકદેવની 18 કરોડની જમીનમાં શશીકાંત પટેલ ઉર્ફે ભૂરાનો ભાઈ ગેરકાયદે પ્રવેશ કરી મૂળ જમીનનાં હકદારોને ધાકધમકી આપી અપશબ્દો બોલી જમીન પર આવતા રોકી રહ્યો છે. આ અંગે એક મહિલાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગતો મુજબ ઘાટલોડિયા ખાતે હીરાબાગ સોસાયટીમાં રહેતાં નિરૂબહેન નારણભાઇ દંતાણીએ થલતેજના સુકૃતિ બંગલોઝમાં રહેતાં આરોપી રક્ષિત સુરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. રક્ષિત કોંગ્રેસનાં શહેર પ્રમુખ (ahmedabad congress president) શશીકાંત પટેલ ઉર્ફે ભૂરાના કાકાનો દીકરો છે. રાજકીય કાર્યકરોનાં જણાવ્યાં મુજબ બંને ભાઈઓ સતત એકબીજાની જોડે જ હોય છે.

આ પણ વાંચો: 101 દિવસની જંગ બાદ ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ, એશિયાની સૌથી લાંબી કોવિડ સારવાર

આરોપીઓની દાદાગીરી અને મારી નાંખવાની ધાકધમકીથી કંટાળી આરોપી વિરુદ્ધ ફરિયાદ (ahmedabad congress president)

નિરૂબહેનની ફરિયાદની વિગત મુજબ, બોડકદેવ ગામની સીમના સર્વે નંબર 214-1ની 1720 સમચોરસ મીટરની જમીન નિરૂબહેન અને તેમનાં બહેનની માલિકીની અને કબ્જા ભોગવટાની છે. એડિશનલ સેશન્સ જજએ ગત તા.11-9-2018નાં રોજ હુકમ કર્યો છે કે, આરોપીઓએ રૂ.6 લાખની કિંમત આપી કરેલો વેચાણ દસ્તાવેજ ગેરકાયદેસર અને ઉપજાવી કાઢેલો છે. આ જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિએ જમીનનો કબજો જવાબદાર વ્યક્તિઓને સોંપી દેવો.

નિરૂબહેન અને તેમના બહેન આ જગ્યાના કાયદેસરના માલિક અને કબ્જેદાર છે. ગત તા.11-6-2018થી કોર્ટના હુકમ બાદ જગ્યાનો કબજો લેવા જમીન પર જાય છે. ત્યારે તેઓની જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર રક્ષિત સુરેશ પટેલ અને તેના મળતીયાઓ જમીન પર તેઓને પ્રવેશવા દેતા નથી. અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપે છે.

આરોપીઓની દાદાગીરી અને જાનથી મારી નાંખવાની ધાકધમકીથી કંટાળી નિરૂબહેનએ ગત તા.14-8-2020ના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી રક્ષિત વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. પોલીસે કોંગ્રેસ આગેવાન શશીકાંત ભૂરાના ભાઈ રક્ષિત વિરુદ્ધ આઈપીસીની કલમ 447,294 (b) અને 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.

કોંગ્રેસ (ahmedabad congress president) નાં નેતાઓ મહિલા અત્યાચાર મામલે અને બેરોજગારી મુદ્દે સત્તાપક્ષને ઘેરવાની તક છોડતા નથી. તો પિતરાઈ ભાઈ રક્ષિતના કારનામાથી શહેર કોંગ્રેસનાં પ્રમુખ શશીકાંત ઉર્ફે ભૂરા પટેલ અજાણ હશે કે જાણી જોઈને આ કૃત્ય અંગે આંખ આડા કાન કરી રહ્યાં છે. સત્તા પક્ષને ઘેરવા નીકળેલા કોંગ્રેસના આ નેતાએ પહેલા પોતાના ભાઈના કારસ્તાન સામે પણ એક નજર કરી લેવી જોઈએ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે Good News, આજથી ખુલશે કાંકરિયા લેક-ફ્રન્ટ પરંતુ…