અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલના આસિ. કમિશનરને કોરોના પોઝિટીવ આવ્યા બાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના પુત્રને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.G.H. રાઠોડના પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે ગાઈડલાઈન્સ પ્રમાણે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.G.H. રાઠોડ ક્વોરન્ટાઈન થતા તેમની જગ્યાએ ડૉ. J.P. મોદીએ સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ સંભાળ્યો છે. જ્યારે 1200 બેડની હોસ્પિટલનો ચાર્જ ડૉ. ગજ્જરને સોંપવામાં આવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો જીએચ રાઠોડના દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે ડો રાઠોડને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમના સ્થાને ડો જે પી મોદીને સુપ્રીટેન્ડન્ટનો ચાર્જ સોંપાયો છે. જ્યારે 1200 બેડની હોસ્પિટલનો ચાર્જ ડો ગજ્જરને સોંપયો છે.
અમદાવાદ બન્યું ચીનનું વુહાન શહેર, દર 24 મિનિટે કોરોનાનો એક નવો કેસ