Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ સિવિલમાં ડેડ બોડી આપવા માઈક પર કરાય છે અનાઉન્સમેન્ટ

અમદાવાદ સિવિલમાં ડેડ બોડી આપવા માઈક પર કરાય છે અનાઉન્સમેન્ટ

0
55
  • અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સપાટીએ વધી

  • દરરોજ કોરોના પોઝિટિવ કેસના આંકડાએ વધતા તંત્ર હરકતમાં

  • સિવિલમાં બોડી લેવા પરિવારજનોની ભારે ભીડ જોવા મળી

અમદાવાદ: રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર ઘણી ઘાતક સાબીત થઈ રહી છે. વધી રહેલા પોઝિટિવ કેસોની સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલમાં મૃતકોની ડેડબોડી લેવા માટે પરિવારજનોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે કલાકો સુધી રાહ જોઈને બેસવું પડે છે. જયારે સિવિલમાં હવે ડેડબોડી આપવા માટે સ્પીકર પર અનાઉન્સ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસોને લઈને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ મોતના આંકડાઓ વધતા જઈ રહ્યા છે.

સિવિલમાં ડેડબોડી લેવા માટે પરિવારજનોની મોટી ભીડ જોવા મળતી હોય છે અને કલાકો સુધી લોકોને રાહ જોવા પડતી હોય છે. મૃતકોની સંખ્યા વધુ હીવા કારણે સરકારી ઉપરાંત હવે પ્રાઇવેટ એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધી છે. હોસ્પિટલ અને મૃતકના પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાય છે જેથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. Ahmedabad Civil Hospital Corona Death

આ પણ વાંચો: ગુજરાતની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટની સુવિધા શરૂ કરાશે

જો કે, હાલ સિવિલ હોસ્પિટલમાં પરિસ્થતિ એવી થઈ ગઈ છે કે, મરનાર વ્યક્તિના પરિવારજનોને માઈક વડે જાણ કરવામાં આવી રહી છે. સ્પીકરમાં નામની જાહેરાત કરી પરિવારજનોને બોલાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ અંતિમ દર્શન માટે તેઓને મોઢું બતાવી એમ્બ્યુલન્સ દ્વારા બોડીને સ્મશાન મોકલવામાં આવે છે. Ahmedabad Civil Hospital Corona Death

ડેડ બોડી લેવા આવેલ પરિવાર અને અન્ય લોકો અંદરના જાય તે માટે ગેટ પર બોડી બહાર નીકળ્યા બાદ તરત જ લોક મારી દેવામાં આવે છે. કેટલાક પરિવારજનો દ્વાર હોબાળો પણ કરવામાં આવ્યો હતો. જેથી તેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત અને બેરીકેટિંગ પણ લગાવવામાં આવ્યા છે. આજથી મૃતકના સ્વજનો માટે રાહ જોવા માટે પણ મંડપ પણ બાંધવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોનાથી ફરીથી રસ્તાઓ પર સન્નાટો, આ સેક્ટરને પ્રતિદિવસ ₹315 કરોડનું નુકશાન!

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ Ahmedabad Civil Hospital Corona Death

રાજયમાં કોરોના વાયરસના તમામ રોકોર્ડ બ્રેક કરતો જોવા મળી રહ્યો છે. જો કે, રાજયમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ઘણી ખતરનાક સાબીત થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 10,340 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને તેની સામે 3981 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આ મહામારીના કારણે આજે 110 દર્દીઓના મોત થયા છે જે ઘણી ચિંતાજનક બાબાત છે.

26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટની સુવિધા શરૂ કરાશે Ahmedabad Civil Hospital Corona Death

રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા રાજયની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતી શૈક્ષણિક સંસ્થાનોમાં RT-PCR ટેસ્ટ શરૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( GTU ) બાદ હવે વધુ 26 યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હવે 27 યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. Ahmedabad Civil Hospital Corona Death

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat