Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોના બેકાબુ, સિવિલમાં સ્ટાફ ઓછો પડતાં બહારથી ડૉક્ટરો બોલાવાયા

અમદાવાદમાં કોરોના બેકાબુ, સિવિલમાં સ્ટાફ ઓછો પડતાં બહારથી ડૉક્ટરો બોલાવાયા

0
113

અમદાવાદ: દિવાળી બાદ જીવલેણ કોરોના વાઈરસે (Corona Virus) શહેરમાં અજગરી ભરડો લેતા પોઝિટિવ કેસોમાં (Corona Cases) ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) રોજ 50થી વધુ દર્દીઓ સારવાર અર્થે દાખલ તઈ રહ્યાં છે. જેના કારણે હોસ્પિટલની 1276 બેડ ભરાઈ ગયા છે. આટલું જ નહીં, સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) મેડિકલ સ્ટાફની પણ અછત વર્તાઈ રહી છે.

અમદાવાદમાં કોરોનાની ભયાનક સ્થિતિને (Ahmedabad Corona Cases) પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) દાખલ થઈ રહેલા દર્દીઓને તાત્કાલીય સારવાર મળી રહે, તે માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી કુલ 70 ડૉક્ટરોને અમદાવાદમાં બોલાવવાની ફરજ પડી છે.

દિવાળી પહેલા એક મહિના અગાઉ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ (Ahmedabad Corona Cases) કાબૂમાં આવી ગયું હતું. જેના કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આથી શહેરની સિવિલ હોસ્પિટલમાંથી (Ahmedabad Civil Hospital) સાધન સામગ્રી ઉપરાતં તબીબોને પણ અન્ય શહેરોમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનો હલ્લાબોલ, ટિકરી અને સિંધુ સરહદ સીલ

જો કે દિવાળી બાદ છેલ્લા થોડા દિવસોથી શહેરમાં કોરોનાની સ્થિતિ (Ahmedabad Corona Cases) વણસી છે. રોજિંદા પોઝિટિવ કેસો (Corona Positive Case) નવો રેકોર્ડ તોડી રહ્યાં છે, ત્યારે અમદાવાદ સિવિલમાંથી (Ahmedabad Civil Hospital) અન્યત્ર મોકલવામાં આવેલા વેન્ટિલેટર સહિત ઑક્સિજનની ટેન્કો પણ અમદાવાદ પરત લાવવા પડ્યાં છે. આ સિવાય સુરત, જામનગર, ભાવનગર, વડોદરા અને રાજકોટથી ડૉક્ટરોને ડેપ્યુટેશન પર અમદાવાદ બોલાવીને સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ વધારવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 319 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન 11 મરણ નોંધાયા છે. જ્યારે 346 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9