Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના વાયરસના ભય વચ્ચે અમદાવાદ શહેર સ્માર્ટસિટી રેન્કિંગમાં દેશમાં પ્રથમ નંબરે

કોરોના વાયરસના ભય વચ્ચે અમદાવાદ શહેર સ્માર્ટસિટી રેન્કિંગમાં દેશમાં પ્રથમ નંબરે

0
1393

રાજયમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે ત્યારે આ વાયરસને લઈ લોકોમાં ભારે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી 144 કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. આ 144 કેસોમાં 64 કેસ અમદાવાદ શહેરના સામે આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોના વાયરસનું હબ બની ગયેલા અમદાવાદ માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. અમદાવાદ સ્માર્ટસિટી રેન્કિંગમાં દેશનું નંબર વન શહેર બની ગયું છે. કુલ 100 શહેરની જે યાદી જાહેર કરવામાં આવી તેમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ માહિતી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આપી છે.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય સ્માર્ટસિટીની યાદી જાહેર કરે છે. શહેરમાં સ્વસ્છતા, રસ્તાઓ, પાણી, ગટર લાઇનો, સ્ટ્રીટ લાઇટો, સુરક્ષા જેવા અનેક પાસાંઓના આધારે દેશના 100 શહેરોનું રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે. જેમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે. વિજય નેહરાએ કહ્યું કે, હાલ કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના સામેની લડતમાં સ્માર્ટ સિટીની આગવી ભૂમિકા છે. તેમણે કહ્યું કે, 3000 કરતા વધુ સીસીટીવી કેમેરા શહેર પર બાજ નજર રાખી રહ્યાં છે. પોલીસ પણ લોકડાઉનને સફળ બનાવવા માટે કાર્ય કરી રહી છે.

તેમણે કહ્યું કે, સ્માર્ટસિટીના ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ આજે કોરોના સામેની લડાઈમાં મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, માર્ચ મહિનામાં 5219 લોકો વિદેશથી આવ્યા હતા. આ તમામ નાગરિકોએ સંપૂર્ણ ક્વોરેન્ટાઇન પ્રીચેડ પૂર્ણ કર્યું છે. તેમના સહકારથી કોરોના વધુ ફેલાતો અટકાવી શકાયો છે. આ કામ પડકારનજક હતું. 12થી 13 પગલાંઓ એએમસી દ્વારા લેવામાં આવ્યા હતા. તેમને જે મદદની જરૂર હતી તે મનપા દ્વારા પૂરી પાડવામાં આવી છે. દિવસમાં બે વખત તેમને જમવાનું પણ પહોંચાડ્યું છે. આટલી સુવિધા છતાં જે 20 લોકોએ ક્વોરેન્ટાઇનનો ભંગ કર્યો તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આવા લોકોની સાથે કુલ 25 હજારને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ લોકોના સંપર્કથી માત્ર એક વ્યક્તિ કોરોનાનો ભોગ બન્યો છે. આમ પ્રથમ પડકારને પહોંચી વળવામાં એએમસી સફળ રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તમામ 11 કેસ મનપાએ શોધ્યા છે. મોટા ભાગના લોકો તબલિગી જમાત વાળા છે. પોલીસની મહેનત બાદ 59 તબલિગી જમાતના લોકોની ઓળખ કરવામાં આવી હતી. નિઝામુદ્દીનની મુલાકાત લેનારા 177 લોકોની તપાસ થઈ છે. કુલ 68 કેસનું રિઝલ્ટ આવ્યું જેમાં 16 પોઝિટિવ છે. આ સાથે તેમણે કહ્યું કે, અમદાવાદમાં આવનાર દિવસોમાં કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે, ત્યાં કેસ નહિવત છે. જ્યાં લૉકડાઉનનો અમલ થયો નથી ત્યાં કેસ વધ્યા છે.

લોકડાઉનમાં પરપ્રાંતીયોને રહેવા ઈસ્કોન મેગા મોલમાં વ્યવસ્થા ઊભી કરાઈ