Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના વાયરસના કહેર સામે અમદાવાદ શહેર બે ભાગમાં વહેંચાયો

કોરોના વાયરસના કહેર સામે અમદાવાદ શહેર બે ભાગમાં વહેંચાયો

0
1865

રાજયમાં કોરોના વાયરસના કહેર સામે સરકાર લોકોને સાવચેતી રાખવા માટેની વારવાર અપીલ કરી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવી દીધો છે. જેના કારણે આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા અમદાવાદના સૌથી મોટા એવા નહેરુબ્રિજને કાલથી બંધ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સૌથી સંક્રમિત અને કલસ્ટર ઝોન કાલુપુર ટાવર પાસે જ આવેલા છે અને ફ્રુટ અને શાકમાર્કેટ પણ આ જ વિસ્તારમાં આવેલા હોવાથી લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે લોકો અવરજવર ન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં દરરોજ કોરોના વાયરસના કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેના કારણે આજ રોજ એએમસીમાં યાજોયેલી એક મીટિગમાં શહેરને બે પૂર્વ અને પશ્વિમ એવા બે ભાગમાં વહેચી દેવામાં આવ્યો છે. પોઝિટિવ કેસના વિસ્તારમાં કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. હવે આવા વિસ્તારમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઓફિસ પાસે કમિશનર વિજય નહેરાની હાજરીમાં ફાયરબ્રિગેડની ટીમે ડ્રોનથી દવાના છંટકાવનો ટેસ્ટ કર્યો હતો. ત્રણ જેટલા ડ્રોન ફાયરબ્રિગેડ દ્વારા લાવવામાં આવ્યા છે.

આજે રોજ સાવરે જ કોરોના વાયરસના નવા કેસ સામે આવતા લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. આ વાઈરસના ફેલાવો થઈને અન્ય લોકોમાં ન પ્રસરે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14-14 દર્દીના નામ અને સરનામા સાથેની વિગતો બહાર પાડી છે. કોરોના વાઈરસના અમદાવાદમાં વધુ 14 કેસો નોંધાયા છે આ સાથે જ અત્યાર સુધી 78 કેસો થયા છે. લોકલ કમ્યુનિટિ ટ્રાન્સમિશનને પગલે શહેરના 8 વિસ્તારોને ક્વોરન્ટીન કરાયા છે. દરમિયાન કાલુપુરના બલોચાવાડને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાતા મહિલાઓએ હોબાળો કર્યો હતો. જેને પગલે એએમસી અને પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને મહિલાઓને સમજાવી હતી. આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિત 8 વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરી દેવાયા છે.

ક્લસ્ટર કન્ટેન્મેન્ટ શું છે?

અમદાવાદમાં જોવા મળેલા પોઝિટિવ કેસોના ક્લસ્ટરને પગલે રાજ્ય સરકારે તેવા વિસ્તારોને ક્લસ્ટર કેન્ટેમેન્ટ કામગીરી હાથ ધરી છે. ત્યાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ ધરીને હાઈ રિસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢીને તેમનું નિદાન અને સારવાર કામગીરી હાથ ધરાય છે.

કોરોના રિપોર્ટ-4: હીરાની ચમક વધારતા 16 લાખ રત્ન કલાકારો ભૂખમરાની સ્થિતીમાં!, સરકારી સહાય માટે CMને રજૂઆત