Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 60 વર્ષથી વધારે ઉંમરના કેદીઓને વેક્સિન આપવામાં આવી

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 60 વર્ષથી વધારે ઉંમરના કેદીઓને વેક્સિન આપવામાં આવી

0
50

અમદાવાદ શહેરમાં હાલ કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જયારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં તંત્ર દ્વારા આથી કેદીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

કોરોનાના રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જેલમાં 77 બંદીવાન ભાઈ-બહેનોને રસી આપવામાં આવી હતી. 60 વર્ષથી ઉપરની વયના અને 45 વર્ષથી 60 વર્ષ વચ્ચે કો-ઓરબીટ કેદીઓને વેક્સિન આપવામાં આવી રહી છે. જેલમાં સજાના ભાગરૂપે જેલમાં બંધ કેદીઓને જેલ તંત્ર દ્વારા વેક્સિન આપવામાં આવતા એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. બંદીવાન ભાઈ-બહેનોએ સરકાર તથા જેલ તંત્રનો રસીકરણ અભિયાન શરૂ કરવા બદલ આભાર માન્યો હતો.

રાજ્યમાં 24 કલાકમાં 1,36,737 લોકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26, 396 લોકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી 45 લાખ 66 હજાર 141 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 29 હજાર 222 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 51 લાખ 95 હજાર 363નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

અમદાવાદમાં આજે 612 કેસ નોંધાયા

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળતા તંત્ર હરકતમાં જોવા મળી ગઈ છે. જો કે, તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. માસ્ક અને સોશિયલ ડિસટન્સ જાણવી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજયમાં એક્ટિવ કેસ 12 હજારને પાર

રાજ્યમાં એકટીવ કેસોનો આંકડો 12,041 એ પહોંચી ગયો છે, તેમાં 149 દર્દીઓ વેન્ટીલેટર ઉપર અને 11,892 સ્ટેબલ છે. ઉપરાંત રાજ્યમાં વધુ 1731 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થતાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,86,577 થઇ ગઇ છે.

IIM અમદાવાદ બન્યું કોરોનાનું હોટ સ્પોટ

ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણનો પ્રકોપ પહેલા કરતા વધુ ઝડપી થઈ ગયો છે. રાજ્યમાં કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ અને સુરત છે, ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ- અમદાવાદ (IIM-A) કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. અત્યાર સુધી IIM-A કેમ્પસમાં 50થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

વાઈરસે સ્વરૂપ બદલ્યુ હોવાની આશંકા

ગુજરાતમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. દરરોજ નવા કેસ રેકોર્ડ તોડી રહ્યાં છે, ત્યારે રવિવારે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 2,270 નવા કેસ સામે આવ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે તબીબોએ પણ કોરોના વાઈરસે પોતાનું સ્વરૂપ બદલ્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat