Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં પુરુષ પાછલા 30 વર્ષથી મૃતકો થકી પોતાનું ગુજરાન ચલાવે છે

અમદાવાદમાં પુરુષ પાછલા 30 વર્ષથી મૃતકો થકી પોતાનું ગુજરાન ચલાવે છે

0
134

આકીબ છીપા, અમદાવાદ: તમારો વ્યવસાય શું છે, ડોકટર, એન્જીનિયર, વકીલાત, ચાર્ટડ એકાઉન્ટન્ટ પરંતુ અમદાવાદમાં 66 વર્ષીય પુરુષ આશ્ચર્યજનક રીતે પાછલા 30 વર્ષથી મૃત વ્યક્તિઓ થકી પોતાનું ગુજરાન ચલાવે છે. Ahmedabad Cemetery

હા તમે સાચું જ સાંભળ્યું છે, મૃત વ્યક્તિ. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા મોહમ્મદ અલી કેલાવાલા પાછલા 30 વર્ષથી કબ્રસ્તાનમાં મૃતકો માટે પ્રાર્થના કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ કબ્રસ્તાનમાં દરરોજ મૃતકોની આત્માની શાંતિ માટે પવિત્ર કુરાન શરીફ પઢે છે. મૃતકોની આત્માને શાંતિ માટે કુરાન શરીફ પઢવાનું મોટાભાગના મુસ્લિમો પાલન કરે છે. Ahmedabad Cemetery

આ પણ વાંચો: મહેસાણા અલોડા ગામે પ્રેમમાં પડેલા વિધર્મી પરિણીત યુવક-યુવતીએ ઝેર પીધું

આ મુદ્દે વાતચીત કરતા મોહમદ અલી કેલાવાલાએ જણાવાયું હતું કે મૃતકો માટે કુરાન શરીફ પઢવા માટે તેઓ પૈસા કે કોઈ વસ્તુની માંગણી કરતા નથી પરંતુ મૃતકોના પરિવારજનો જે આપે એ સ્વીકારી લે છે. કોઈ દિવસ પબ્લીસીટી કે પ્રચાર પ્રસાર માટે કુરાન શરીફનું પઠન કર્યું નથી. કોરોનાકાળ પહેલા ગીતા મંદિર પાસે આવેલા છીપા કબ્રસ્તાનમાં દરરોજ તેઓ કુરાન શરીફનું પઠન કરતા હતા.

મૃતકો માટે કુરાન શરીફ પઢે છે તેની જાણ લોકોને કઈ રીતે થઈ

તેઓ કુરાન શરીફનું પઠન મોટાભાગે કબ્રસ્તાનમાં જ કરતા હોવાથી કોઈ નવા વ્યક્તિને દફનાવવામાં આવતા ત્યારે મૃતકની આત્માની શાંતિ માટે મૃતકના પરિવારજનો તેમને કુરાન શરીફ પઢવાનું કહેતા હતાં. વળી બીજીબાજું તેઓ જમાલપુર વિસ્તારમાં રહે છે અને ત્યાં મોટી સંખ્યામાં છીપા સમુદાય વસતો હોવાથી તેમની મૃતકો માટે કુરાન શરીફનું પઠન કરનાર વ્યક્તિ તરીકેની છાપ વધુ પ્રસિદ્ધ થઈ.

મૃતકો માટે કુરાન શરીફ પઢવાની શરૂઆત કઈ રીતે થઈ Ahmedabad Cemetery

ગુજરાત એક્સક્લુઝીવ સાથેની વાતચીતમાં મોહમદ અલી કેલાવાલાએ જણાવ્યું હતું કે એક સમયે ફેકટરીમાં 200 કારીગર તેમની હાથ નીચે કામ કરતા હતા પરંતુ આશરે 30 વર્ષ પહેલાં તેમને સળંગ ત્રણ દિવસ એક જ સ્વપ્ન આવ્યું અને તેમાં મૃતકો માટે કુરાન શરીફનું પઠન કરો તેવું કહેવાયું, જેથી તેમણે મૃતકો માટે કુરાન શરીફ પડવાનું શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં તેઓ ફેક્ટરીનું કામ અને બિનવારસી મૃતકો માટે કુરાન શરીફનું પઠન કરતા હતા પરંતુ થોડા સમય બાદ તેમણે ફેક્ટરીની નોકરી છોડી દીધી. Ahmedabad Cemetery

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર દર્દીમાં અમદાવાદનું કોઇ નથી

કોરોના મહામારીમાં હાલ તેઓ કબ્રસ્તાન જતા નથી પરંતુ ઘરે બેસીને મૃતકો માટે કુરાન શરીફનું પઠન કરે છે. દિવસમાં નમાઝની સાથે લગભગ 18 કલાક તેઓ કુરાન શરીફનું પઠન કરતા હોવાનું જણાવ્યું હતું. છીપા કબ્રસ્તાનની જમીન 1885માં ખરીદવામાં આવી હતી. Ahmedabad Cemetery

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9