Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: શનિવારથી શરૂ થનારી ભાજપની ચિંતન બેઠક મોકૂફ રખાઇ

અમદાવાદ: શનિવારથી શરૂ થનારી ભાજપની ચિંતન બેઠક મોકૂફ રખાઇ

0
32

અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ભાજપમાં સમય સમય પર ચિંતનબેઠક કરવાની પરંપરા રહી છે. આ ચિંતન બેઠકમાં પ્રજાલક્ષી, સંગઠનલક્ષી, ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા -વિચારણા કરવામાં આવતી હોય છે. તા. 21-22 નવેમ્બરનાં રોજ ભાજપની પ્રદેશની ચિંતન બેઠક પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં, મુખ્યમંત્રી વિજય રુપાણી અને રાષ્ટ્રીય સહસંગઠનમંત્રી વી.સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંગઠન પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણીયા, અને પ્રદેશ મહામંત્રીઓ અને મુખ્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેવાનાં હતાં.પંડયાએ મીડિયાને માહીતિ આપતાં જણાવ્યું હતું કે, આ પ્રદેશ ચિંતન બેઠક કોરોનાની પરિસ્થિતિને કારણે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી છે.

સરકારની સેવાકીય યોજનોઓ જનતા સુધી પહોંચાડવા અપીલ

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આજરોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગના મંડલસ આયોજન અંગે ભાજપના જીલ્લા/મહાનગરના પ્રમુખો તેમજ પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જોની બેઠક યોજાઇ હતી. આ બેઠકના પૂર્વે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટની ઉપસ્થિતિમાં અભ્યાસવર્ગના વિષય પ્રમુખોની બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચો: કોરોનાના ગજબથી અમદાવાદને ફક્ત અમદાવાદીઓ જ બચાવી શકશે

ઝડફિયાએ જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી ટર્મ માટે ભાજપ જિલ્લા પ્રમુખની જવાબદારી માટે નિયુક્ત થયેલ સૌ આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આજની આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર પ્રશિક્ષણ વર્ગ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બેઠકમાં ઉપસ્થિત સૌ આગેવાનોને પ્રશિક્ષણ વર્ગના સુચારુ આયોજન અંગે વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી. આ ઉપરાંત પાટીલે ભાજપની વિશિષ્ટ કાર્યપદ્ધતિ, સરકારની સેવાકીય યોજનાઓ જનતા સુધી વધુને વધુ પહોંચે તે માટે ભાજપના કાર્યકર્તાની કડીરૂપ ભૂમિકા, જિલ્લા સંગઠનની સંરચના, દરેક જિલ્લા/મહાનગરમાં પેજકમિટીની રચના અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ઝડફિયાએ જણાવ્યું હતું કે,પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે આજરોજ સવારે યોજાયેલી બેઠકોમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટે આગામી સમયમાં યોજાનારા ભાજપના અભ્યાસવર્ગો અંગે આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં 57 કલાકનો કડકપણે કફર્યુંનો અમલ શરુ

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણ ભ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષો આઇ.કે.જાડેજા અને ગોરધન ઝડફિયા, ભાજપના જીલ્લા/મહાનગરના પ્રમુખો તેમજ પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા.