Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: યુવકના જન્મ દિવસની ઉજવણી કરનાર 22ને કોરોના

અમદાવાદ: યુવકના જન્મ દિવસની ઉજવણી કરનાર 22ને કોરોના

0
244

અમદાવાદ: અમદાવાદના નારાયણપુરામાં જન્મદિવસની ઉજવણી કરવી લોકોને ભારે પડી ગઈ હતી. જે યુવકનો જન્મ દિવસ હતો તેની માતાએ હાલ કોરોનાની મહામારીના કારણે લોકોને કેન્ડલ પર ફુક મારવાની ના પાડી હતી. પરતું આ યુવકના કેટલાક મિત્રો મજાક મસ્તી કરવા માટે મેજીક કેન્ડલ લાવ્યા હતા. કેન્ડલને ફુક મારી તેને ભુજાવવાના વારવાર પ્રયત્નોને કારણે પાર્ટીમાં હાજર 22 લોકોને કોરોના થયો છે.

હાલ અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા,માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે લોકો કોરોનાને ભૂલી દિવાળીની ખરીદી કરતા બજારમાં જોવા મળી રહ્યા છે. આ સાથે પોલીસ દ્વારા બજારોમાં લોકોને માસ્ક પહેરવા માટેની સૂચના પણ આપી રહી છે અને જે લોકો માસ્કવિના ફરતા જોવા મળી રહ્યા છે તેઓને માસ્ક આપી સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું હતું. જો કે, અમદાવાદના નારાયણપુરામાં યુવકના જન્મ દિવસની ઉજવણી કરવા ગયેલા 22 લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે ઓક્ટોબર મહિનામાં કુલ 206 જજમેન્ટ આપ્યા

આ ઘટનામાં યુવકને જન્મ દિવસ હોવાથી તેના મિત્રો તેની સાથે મસ્તી કરવા માટે મેજિક કેન્ડલ લઈને આવ્યા હતા અને તે વહેલા ભૂજાતી પણ નથી. મેજિકલ કેન્ડલને કારણે વારંવાર જોરથી ફૂંક મારવા છતાં કેન્ડલ ઓલવાતી ન હતી. કેક જે રૂમમાં કાપવામાં આવી હતી એ રૂમમાં બેઠેલા ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં, જેને કારણે 5 દિવસમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્ટીમાં આવેલા, પરંતુ બીજા રૂમમાં બેઠેલા તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જે યુવકનો બર્થ ડે હતો તે પોઝિટિવ હોવાથી અજાણ હતો અને તે પોઝિટિવ આવતાં તેણે સમય સૂચકતા વાપરીને પાર્ટીમાં આવેલા લોકોને ફોન કરીને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. યુવકની માતાએ કેક ખાધી ન હતી, તેથી તેઓ બચી ગયાં હતાં. તેમના સિવાય સભ્યો પોઝિટિવ આવ્યા હતા.

બર્થડે કેક કટિંગ પછી બહાર ગાર્ડનમાં સંગીત પાર્ટી હતી. તેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મૂકવામાં આવી હતી. બર્થ ડે પાર્ટીમાં કુલ 40થી 50 લોકો ભેગા થયા હતા, પરંતુ કેટલાક લોકોએ ડિનર લેવાનું ટાળીને માત્ર સંગીત સંધ્યામાં જ હાજરી આપી હતી. જે લોકોએ મોંએ માસ્ક પહેર્યાં હતાં અને જેમણે સમૂહમાં ખાવાનું ટાળ્યું હતું તે તમામ મિત્રોએ પણ ટેસ્ટ કરાવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

(પ્રતિકાત્મક તસવીર)