Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: નારોલમાં મૃત કબૂતરોનો બર્ડ ફ્લૂ રિપોર્ટ નેગેટિવ, તંત્રએ રાહતનો શ્વાસ લીધો

અમદાવાદ: નારોલમાં મૃત કબૂતરોનો બર્ડ ફ્લૂ રિપોર્ટ નેગેટિવ, તંત્રએ રાહતનો શ્વાસ લીધો

0
46

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં બે દિવસમાં 200થી વધુ કબૂતરોના મોત બાદ બર્ડ ફ્લૂની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે મૃત કબૂતરોનો બર્ડ ફ્લૂ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નારોલ વિસ્તારમાં બુધવારે 190 અને ગુરુવારે બીજા 14 કબૂતરોના અચાનક મોત થવાની ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ પશુ પાલન વિભાગને જાણ કરતાં તેમની ટીમે મૃત કબૂતરના સેમ્પલને ભોપાલ લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. જો કે તેમનો બર્ડ ફ્લૂ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. Ahmedabad Bird Flu

હાલ કબૂતરો ક્યાં કારણોસર મોતને ભેટ્યા? તેની તપાસ કરવા માટે AMCના હેલ્થ વિભાગને જાણ કરવામાં આવી છે. જો કે આ કબૂતરોના મોત એર પોલ્યુશન અથવા કેમિકલ રિએક્શનના કારણે થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાની સ્થિતિમાં સુધારો! ખાનગી હોસ્પિટલોમાં મોટાભાગના બેડ ખાલી Ahmedabad Bird Flu

જણાવી દઈએ કે, ગુજરાતમાં એવિયન ઈન્ફ્લૂએન્જા એટલે કે બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ 8 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. જેમાં જૂનાગઢ જિલ્લામાં બે મૃત પક્ષીઓના સેમ્પલની તપાસમાં તેઓ બર્ડ ફ્લૂથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ હતી. જે બાદ સુરત, વડોદરા અને બારડોલી જેવા રાજ્યના અનેક ભાગોમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા રહ્યાં છે. Ahmedabad Bird Flu

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat