Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી યુવકે અડપલા કર્યા

અમદાવાદ: 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી યુવકે અડપલા કર્યા

0
74

અમદાવાદના ઈસનપુરમાં રહેતી ચાર વર્ષીય બાળકીને પડોશમાં રહેતા યુવકે અડપલાં કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બાળકી જ્યારે બહાર રમતી હતી અને ઘરે કોઈ ન હતું તેનો લાભ ઉઠાવી યુવક તેને લઈ ગયો હતો. આ બનાવને લઈ ઈસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકી તેના માતા પિતા સાથે રહે છે. બાળકીની માતા શાકભાજીની લારી ચલાવે છે. તેના પાડોશમાં એક યુવક રહે છે. જે યુવકે અગાઉ આ બાળકીના ઘરમાં ચોરીનો પ્રયાસ પણ કર્યો હતો. રવિવારે બપોરના સમયે બાળકીના ઘરે કોઈ ન હતું અને તે બહાર રમતી હતી ત્યારે તેને બાથરૂમમાં લઇ જઈને તેની સાથે અડપલા કર્યા હતા.

તેજ સમયે બીજા પાડોશી જોઈ જતાં આ યુવક પકડાઇ ગયો અને તે પાડોશીએ બાળકીના માતા-પિતાને જાણ કરી હતી. ઈસનપુર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં જ તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat