આઈશાના પતિ આરીફને રિવરફ્રન્ટ પોલીસ દ્વારા બુધવાર સવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે. આરીફે પોલીસના ભયના કારણે તેનો મોબાઈલ સંતાડી દીધો હોવાની વાત સામે આવી રહી છે. તેનો મોબાઈલ પોલીસના હાથે આવતા તેની તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે અને તે કઈ અન્ય યુવતી સાથે પ્રેમ કરતો હતો તે અંગેની પણ તપાસ કરવામાં આવશે.
આરીફની ગત મંગળવારના રોજ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ અમદાવાદ રિવરફ્રન્ટ પોલીસે રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી હતી. આરીફને આઈશાના આપઘાતની જાણ થતા જ તે તેના સંબધીના લગ્નમાં ગયા બાદથી ફરાર થઈ ગયો હતો. જો કે, અમદાવાદ પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા તેને બુધવારે સવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે. આઈશાએ જે વીડિયો આરીફને મોકલ્યો હતો તે પુરાવાનો નાશ કરવા માટે તેણે પોતાનો મોબાઈલ સંતાડી દીધો છે. મોબાઈલ મળતાની સાથે જ પોલીસ તેને એફએસએલમાં મોકલી આપવામાં આવશે અને આઈશા સાથે શું શું વાત થઈ છે અને તે સિવાય અન્ય યુવતી સાથે તેણે શુ વાત કરી છે તે તમામ માહિતી મેળવી આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે.
પતિ આરીફ સાથેની 72 મિનિટની વાતચીત આઈશાના અંતિમ પગલાનું કારણ બની
થોડાક દિવસો પહેલા આ ફાનિ દુનિયાને હસતા હસતા અલવિદા કહેનાર આઈશાની આત્મહત્યા આજે આપણા સમાજની સંકુચિત માનસિકતાને દર્શાવે છે. આયેશાની આત્મહત્યાને લઈ અનેક પાસાઓની ચર્ચા થઈ રહી છે, પરંતુ આજે અમે આઈશાના જીવન સાથે જોડાયેલા એવા પાસાઓને જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે લોકો અજાણ છે. આખરે સ્કૂલ અને કોલેજમાં અવ્વલ રહેનારી આઈશાએ કયા કારણોસર આ પગલું ભર્યું? આ સવાલ દરેકને સતાવી રહ્યો છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર આઇશાની આત્મહત્યા મામલે ઓવૈસીનું નિવેદન
અમદાવાદના રિવરફ્રન્ટ પર આઇશાની આત્મહત્યાએ આખા દેશને હચમચાવી નાખી છે. આઇશાના પતિ આરીફની અમદાવાદ પોલીસે રાજસ્થાનના પાલીમાંથી ધરપકડ કરી છે. આ વચ્ચે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આરિફે આઇશા પર જુલમ અને અન્ય યુવતી સાથેના લફરાની વાત સ્વીકારી
હસતા હસતા સાબરમતી નદીમં મોતને વ્હાલ કરનાર આઈશાના આપઘાતની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. લોકો આઈશાના પતિ આરીફ પર ફિટકાર વરસાવી રહ્યા છે અને તેને કડકમાં કડક સજા આપવાની માંગ પણ કરી રહ્યા છે. આઈશાના મોતની જાણ થતા જ પતિ ફરાર થઈ ગયો હતો. રિવરફ્રન્ટ પોલીસ તેની ધરપકડ કરવા માટે રાજસ્થાન પહોંચી હતી અને તેને દબોચી આજે અમદાવાદ લાવી પહોંચી છે.