Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં ચાર રસ્તે પેસેન્જર બેસાડનારા કે ઉતારનારાની રિક્ષા જપ્ત કરાશે

અમદાવાદમાં ચાર રસ્તે પેસેન્જર બેસાડનારા કે ઉતારનારાની રિક્ષા જપ્ત કરાશે

0
187

ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે રિક્ષાચાલકના 6 યુનિયનના આગેવાનો સાથે મીટિંગ યોજાઈ હતી. જેમાં રિક્ષા ચાલકો દ્વારા થતા દૂષણને દૂર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિક્ષાચાલકો મુસાફરોને ઉતારવા અને ચડાવવા માટે ગમે ત્યા ઉભી કરી દેતા હોય છે. જેના કારણે ટ્રાફિની સમસ્યાઓ ઉભી થતી હોય છે.

અમદાવાદના રિક્ષાચાલકો પેસેન્જરને બેસાડવા-ઉતારવા માટે ચાર રસ્તા પર ગમે ત્યાં રિક્ષા ઉભી કરી દે છે. જથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જો કે રિક્ષાચાલકોનું આ દૂષણ દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે ચાર રસ્તા પર 50 મીટરની અંદર રિક્ષા ઉભી રાખવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં જો કોઇ રિક્ષાચાલક ચાર રસ્તાના 50 મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

રિક્ષાચાલકોની આ હરકતના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં કોઇપણ રિક્ષાચાલકને રિક્ષા ઉભી રાખવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં રિક્ષાચાલક ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં રિક્ષા ઉભી રાખશે તો ટ્રાફિક પોલીસ તે રિક્ષા ડિટેઈન કરશે. રિક્ષાચાલકોના તમામ યુનિયનના આગેવાનો ટ્રાફિક પોલીસના આ નિર્ણય સાથે સહમત થયા હતા.

2.25 લાખ રિક્ષાની વચ્ચે 40 હજાર રિક્ષા પાર્ક થઇ શકે તેવા પાર્કિંગની વ્યવસ્થા ટ્રાફિક પોલીસ દ્વારા કરાઇ હોવાનો દાવો ટ્રાફિક પોલીસે કર્યો હતો. જો કે તેની સામે રિક્ષાચાલક યુનિયનના આગેવાનોનું કહેવું છે કે પાર્કિંગ બહુ જ ઓછા છે, જેના કારણે રિક્ષાચાલકોને રોડ પર રિક્ષા પાર્ક કરવી પડે છે. યોગ્ય જગ્યાએ પાર્કિંગ ફાળવવામાં આવે તો રિક્ષાચાલકો રોડ પર રિક્ષા પાર્ક કરશે નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat