Gujarat Exclusive > The Exclusive > અમદાવાદમાં AMCએ 7 એકમોને Seal કર્યા, 785 કેસ કરીને દંડ વસૂલ્યો

અમદાવાદમાં AMCએ 7 એકમોને Seal કર્યા, 785 કેસ કરીને દંડ વસૂલ્યો

0
104
  • સાત ઝોનમાં સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કેસો કરાયાં
  • માસ્ક ન પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ દંડ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોવિડ 19ની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન AMCના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સોમવારે 7 એકમોને સીલ (Seal)કરી દીધા. તેની સાથે 785 કેસો કરીને 7,85,000નો દંડ વસૂલ કર્યો છે.

શહેરમાં કોરોનાના વધતાં જતાં કેસોને ડામવા માટે સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં માસ્ક પહેરવું અને સોશfયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે. શહેરીજનોને આ બાબતે સમજ આપવા અને જાહેરનામાનો અસરકારક અમલ કરાવવા માટે 7 ઝોનમાં 48 વોર્ડમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કુલ 192 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ BREAKING: રિવરફ્રન્ટ પર મચ્છરોનું બ્રીડિંગ મળતા મેટ્રોને સીલની તૈયારી

શનિવાર અને રવિવારની રજાઓમાં મોડીરાત સુધી ચેકીંગ Seal

આ ટીમોએ દૈનિક ધોરણે તેમ જ શનિવાર અને રવિવારની રજાઓમાં મોડીરાત સુધી ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન માસ્ક ન પહેર્યુ હોય કે સોશિયલ ડીસ્ટન્સિંગનો અભાવ જોવા મળતો હોય તેવા એકમોને દંડ અને સીલ( Seal) કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી.

SOPનું પાલન અંગે ઘનિષ્ટ તપાસ  Seal

સોલીડ વેસ્ મેનેજમેન્ટ વિભાગ દ્રારા શહેરની હોટલો, રેસ્ટોરન્ટ, ફાસ્ટફુડ સેન્ટરો, શોપિંગ મોલ, શો રૂમો વગેરેમાં કોવીડ 19 માટે આપવામાં આવેલી SOPનું પાલન કરવામાં આવે છે કે નહીં તે માટે ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન સાત એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ તેમ જ જાહેરમાં માસ્ક નહીં પહેરવા બદલ 785 કેસો કરીને એક હજાર લેખે 7,85,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં સૈથી વધુ કેસો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 366 કેસો કરીને 3,66,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.

આ પણ વાંચોઃપહેલી સપ્ટે.થી અમલી અનલોક-4 હેઠળ સોમવારથી શેમા-શેમા છૂટ તે જાણો

કયા સાત એકમો  Seal કરાયાં

  • ઝોનનું નામ                  વોર્ડનું નામ              સીલ કરેલા એકમનું નામ                સરનામું
  • પશ્ચિમ ઝોન                   પાલડી                      નવજીવન રેસ્ટોરન્ટ,               ફતેહપુરા, પાલડી
  • પશ્ચિમ ઝોન               નવરંગપુરા                      યાંકી સીઝલર,                 એચ.એલ. કોલેજ પાસે
  • પશ્ચિમ ઝોન                નવરંગપુરા                     જુગાડી અડ્ડા,                    એચ.એલ. કોલેજ રોડ
  • દક્ષિણ ઝોન                  મણિનગર                   કોટા કચોરી
  • દક્ષિણ ઝોન                    મણિનગર            વિલિયમ ઝોન પીઝા
  • દક્ષિણ ઝોન                   વટવા                      ઓપેરા હેર કટ                         વટવા, ઘોડાસર રોડ
  • ઉત્તર પશ્ચિમ                 બોડકદેવ                  આર.કે. આમલેટ સેન્ટર                 વસ્ત્રાપુર

આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતો માટે 3700 કરોડનું પેકેજ જાહેર, 20 જિલ્લાના 123 તાલુકાને સહાય

કયા ઝોનમાં કેટલાં કેસો કરાયાં

    • ઝોનનું નામ               કેસની સંખ્યા              દંડની રકમ
    • પૂર્વ                                70                         70,000
    • પશ્ચિમ                           59                          59,000
    • ઉત્તર                            80                           80,000
    • દક્ષિણ                         68                           68,000
    • મધ્ય                              77                          77,000
    • ઉત્તર પશ્ચિમ                65                            65,000
    • દક્ષિણ પશ્ચિમ             366                        3,66,000
    •