Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: AMC કમિશનર-ભાજપ શાષકો વચ્ચે વિવાદ, વિજય નેહરાને બદલવાની માંગ

અમદાવાદ: AMC કમિશનર-ભાજપ શાષકો વચ્ચે વિવાદ, વિજય નેહરાને બદલવાની માંગ

0
1815

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ શાષકો વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ પહોચી ગયુ છે. નવા પશ્ચિમ ઝોનની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. ભાજપના કોર્પોરેટર અને કમિશનર વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. વિસ્તારમાં રોડ ના બનતા હોવાની કોર્પોરેટરોએ ફરિયાદ કરી હતી. જે બાદ કમિશનરે ભાજપના સભ્યોને અપશબ્દ કહ્યાં હોવાની વાત સામે આવી છે.

વિજય નેહરાને બદલવાની માંગ

ભાજપના સભ્યોએ કમિશનર વિજય નેહરા સામે ભારે રોષ નોંધાવ્યો હતો. વિજય નેહરા શાષકોની કોઇ જ રજૂઆત ના સાંભળતા હોવાની ચર્ચા કોર્પોરેશનમાં થઇ રહી છે. કમિશનર સહિતના અધિકારીઓ ઉગ્ર બોલાચાલી થયા બાદ મીટિંગ છોડીને જતા રહ્યાં હતા. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ યોજાયેલી બેઠકોમાં ઉગ્ર ચર્ચા થઇ ચુકી છે.

વેજલપુરના ભાજપના કોર્પોરેટર દિલીપ બગરીયાની કમિશનર વિજય નેહરા સાથે બબાલ થઇ હતી.આ સમગ્ર મામલો ભાજપના અગ્રણી સુરેન્દ્ર પટેલ પાસે પહોચ્યો હતો. ભાજપના સભ્યોએ કમિશનર વિજય નેહરાને બદલવાની માંગ પણ કરી હતી. સીજી રોડ નવીનીકરણ, JET પ્રોજેક્ટ મામલે પણ બન્ને પક્ષે વિખવાદ થયો હતો.

વિધાનસભા તરફ વધતા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પોલીસે વોટરકેનનો મારો કર્યો, અટકાયત