AIMIMનું ચૂંટણી ચિહ્ન પણ પતંગ, જમાલપુરમાં ઓવૈસીના પતંગોની માગ Ahmedabad AIMIM Kite
અમદાવાદ: લોકસભાના સાંસદ અસદુદ્દીન ઔવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસલિમિન (AIMIM) ગુજરાતમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી દીધી છે. તેના માટે તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. હવે સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી પહેલા અસદુદ્દીન પાર્ટીનો પતંગ આકાશમાં દેખાશે. હવે જોવાનું રહ્યું કે આ પતંગ કેટલી ઉંચાઇએ જશે? Ahmedabad AIMIM Kite
ગુજરાતમાં અસદુદ્દીન ઔવૈસીની પાર્ટી AIMIM મનસુખ વસાવાની પાર્ટી BTP સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે ઉત્તરાયણનો તહેવાર હોવાથી AIMIMની પતંગ પણ બજારમાં આવ્યો છે. અમદાવાદના જમાલપુરમાં અસદુદ્દીનની પાર્ટીની વિશાળકાય 32 ફૂટની પતંગ બનાવવામાં આવી છે. આ પતંગ અમદાવાદમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત નાની પતંગ પણ બજારમાં ઉપલબ્ધ છે. મહત્વપૂર્ણ છે કે AIMIMનો ચૂંટણી સિંબોલ પતંગ છે.
ગુજરાતમાં ઉત્તરાયણના અવસરે ખૂબ જ પતંગ ચગાવવામાં આવે છે. દર વર્ષે પતંગબાજી દ્વારા રાજકીય પક્ષો અને રાજકારણીઓના પતંગ બજારમાં આવે છે, પરંતુ આ પ્રથમ વખતે છે કે ભાજપ અને કોંગ્રેસને છોડી આ વખતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) સાથે ગઠબંધન કરી ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરનારી AIMIM પતંગ પણ આકાશમાં ઉડશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ પતંગ કેટલી ઉંચાઇ સુધી ઉડશે. Ahmedabad AIMIM Kite
આ પણ વાંચો: શીતલ આઇસ્ક્રીમનો માલિક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસના સકંજામાં ધરાયો
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ પૂરજોશમાં તૈયારી કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતના ચૂંટણી મેદાને આવી છે. AAPએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જ્યારે BTP-AIMIM ગઠબંધન કરી રાજ્યમાં ચૂંટણી મેદાને ઉતરશે. જેથી કોંગ્રેસના પરંપરાગત મુસ્લિમ વોટ AIMIMને જવાની શક્યતા છે. રાજકીય નિષ્ણાંતોનું કહેવુ છે કે AAP અને AIMIM ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના વોટબેંકમાં ગાબળું પાડશે. Ahmedabad AIMIM Kite
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નવેમ્બર મહિનામાં થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે ચૂંટણી 3 પાછળ ઠેલાવવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે અને ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઇ શકે છે. Ahmedabad AIMIM Kite