ગુજરાતની છ મહાનગરપાલિકાના પરિણામો આવી ગયા છે,જેમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMએ જમાલપુરમાં 4 આખી પેનલ અને મકતમપુરા 3 બેઠક જીતી છે. મતગણતરી કેન્દ્ર એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે જમાલપુર વોર્ડના AIMIMના ઉમેદવારો જીત બાદ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. ગુજરાતમાં ઓવૈસીની AIMIM પાર્ટીની ‘એન્ટ્રી ’ થઈ છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMએ જમાલપુરમાં 4 આખી પેનલ અને મકતમપુરા 3 બેઠક જીતી છે. જ્યારે અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને 161 બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઈ છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્માની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસના કારમી હારને પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે.
વેજલપુર, મણિનગર, નારણપુરા, ભાઈપુરા, પાલડી, બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની આખી પેનલ જીતી છે. જ્યારે દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. કેજરીવાલની AAPને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી.