Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં પતિએ પત્નિ અને પુત્ર પર એસિડ એટેક કરતા ઈજાગ્રસ્ત

અમદાવાદમાં પતિએ પત્નિ અને પુત્ર પર એસિડ એટેક કરતા ઈજાગ્રસ્ત

0
168

અમદાવાદ: બાપુનગર વિસ્તારના ઉમંગ ફ્લેટમાં રહેતી પત્ની અને પુત્ર પર પતિએ એસિડ એટેક કર્યો હતો. બાપુનગર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ પત્નીએ વ્યસની પતિને ઘરમાંથી કાઢી મુકતા બનાવ બન્યો હતો. આરોપી મધરાત્રે પત્ની અને ત્રણ સંતાનો સુતા હતા તે સમયે આવ્યો અને બારીમાંથી એસિડ ફેકતા ભરનિંદ્રામાં રહેલા પત્ની અને પુત્રના ચહેરા પર એસિડ પડ્યું હતું. માતા પુત્રની આંખ પાર એસિડથી ગંભીર ઇજાઓ પહોંચી છે. એસિડ એટેકની ઘટનાને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ahmedabad acid attack news

બાપુનગરમાં ઉમંગ ફ્લેટમાં રહેતાં મમતાબહેન વિનોદભાઈ ચીખ (અગ્રવાલ)(ઉં,41)ના પરિવારમાં પતિ, ત્રણ પુત્રી અને એક પુત્ર છે. મોટી પુત્રી કાજલના લગ્ન થઈ ગયા હોવાથી તે તેની સાસરીમાં રહે છે. પુત્રી પૂજા (ઉં,19), પુત્ર જીતુ (ઉં,18) અને નાની પુત્રી શિવાની (ઉં,12) મમતાબહેન સાથે રહે છે. ahmedabad acid attack news

આ પણ વાંચો: વડોદરા: વોટ્સએપ પર ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

પતિ વિનોદભાઈ વ્યસની હોવાથી અને કોઈ કામ ધંધો કરતા ન હતા. મમતાબહેન પતિથી અલગ ત્રણ બાળકો સાથે રહેતા હતા. વિનોદભાઈ ક્યારેક ક્યારેક મમતાબહેનના ઘરે આવતા અને ધમકી આપતા કે, મેં તુમ લોગો કો જીને નહીં દુંગા, તુમ લોગો પે એસિડ ડાલ દુંગા. ahmedabad acid attack news

શુક્રવારે સાંજે પણ વિનોદએ મમતાબહેનના ઘરે આવી તકરાર કરી હતી. મને તમારી જોડે રાખો તેવી માંગણી કરતા મમતાબહેનએ સ્પષ્ટ ના પાડી તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો. દરમિયાનમાં રાત્રે મમતાબહેન સહિત ત્રણ સંતાનો સુતા હતા. તે સમયે મધરાત્રે દોઢ વાગ્યે વિનોદભાઈએ ઘરના મુખ્ય દરવાજા ઉપરની ખુલ્લી રહેલી બારીમાંથી એસિડ ફેંકતા મમતાબહેન અને જીતુના મોં, ચહેરા અને આંખ પર ઇજાઓ થઈ હતી. એસિડની બળતરાથી બન્નેએ બૂમો પાડતા પુત્રીએ દરવાજો ખોલી જોયું તો પિતા વિનોદભાઈ ફ્લેટમાંથી નીકળતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: નવસારી નર્સના અપમૃત્યુ કેસમાં સર્જનની અને સાસરિયાની સતામણી જવાબદાર

મમતાબહેન અને જીતુની આંખ પર એસિડ પડવાથી આંખો ખુલતી ન હતી. બન્નેને સિવીલ હોસ્પિટલના આઈ વોર્ડમાં આંખની સારવાર માટે દાખલ કર્યા છે. બાપુનગર પોલીસે ગુનાની ગંભીરતાને પગલે તત્કાળ ફરિયાદ નોંધી ગણતરીના સમયમાં આરોપી વિનોદ રામપ્રકાશ ચીખ (અગ્રવાલ)ને ઝડપી લીધો હતો. ahmedabad acid attack news