accident sindhu bhavan
અમદાવાદ: થલતેજના સિંધુભવન રોડ પર ગુરુવારે ક્રેટા કાર ચાલકે પેડલ રિક્ષાને ટક્કર મારતા દંપતી સહિત તેમના બે માસૂમ બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી. સીસીટીવીમાં કેદ અકસ્માતની ઘટનાને પગલે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માતની આ ઘટનામાં બે માસૂમ સગાભાઈ હાર્દિક (ઉં,3) અને યુવરાજ (ઉં,2)ના કરૂણ મોત નિપજ્યા હતા. બંને બાળકોના માતા-પિતાને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં પિતાની સ્થિતી ગંભીર હોવાનું ડૉક્ટરોએ જ જણાવ્યુ હતું.. એમ ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી હતી.
સિંધુભવન રોડ પર કેસન્ટ પાર્ટી પ્લોટ સામે રહેતા કિરણભાઈ ભગાભાઈ વાસફોડીયા (ઉં,27)એ હાર્દિક રાજેન્દ્રકુમાર શાહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ કિરણભાઈ ગત ગુરુવારે સવારે 10 વાગ્યે પત્ની સોનલ, દીકરા હાર્દિક અને યુવરાજને પેંડલ રિક્ષામાં બેસાડી સિંધુભવન રોડ પર ઓરનેટ પાર્ક સોસાયટી વાળા રસ્તેથી પસાર થતા હતા. તે સમયે પુરઝડપે આવતી ક્રેટા કારે પાછળથી ટક્કર મારતા પેંડલ રીક્ષા સાથે કિરણભાઈ,તેમની પત્ની અને બન્ને માસૂમ પુત્રો રોડ પર પટકાયા હતા.accident sindhu bhavan
અકસ્માતમાં ગંભીર ઇજાઓ પરિવારને થઈ હતી. અકસ્માતને પગલે સ્થળ પર કાર ઉભી રાખી ચાલક હાર્દિકભાઈ ઇજાગ્રસ્ત દંપતી અને બાળકોને હોસ્પિટલ ખસેડયા હતા. જેમાં કિરણભાઈને સરસ્વતી હોસ્પિટલમાં અને યુવરાજ અને હાર્દિકને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાર્દિક અને યુવરાજના કરૂણ મોત નિપજ્યા હતા. એમ ડીવીઝન ટ્રાફીક પોલીસે ગુનો નોંધી શીલજ ઓવરબ્રિજ પાસે કાવેરી પ્રથમમાં રહેતા હાર્દિક રાજેન્દ્રકુમાર શાહ (ઉં,33)ની ધરપકડ કરી છે. પોલીસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે લીધા હતા.accident sindhu bhavan