અમદાવાદ: કાલુપુર પોલીસ ચોકી પાસે જ એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની વટવા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. લગ્નમાં જમવા બાબતે નજીવી માથાકૂટ પછી બદલો લેવા માટે આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. જોકે આ ગુનામા અન્ય બે આરોપી હજી પણ ફરાર હોવાનુ સામે આવ્યુ છે. જેમની પોલીસે અત્યારે શોધખોળ હાથ ધરી છે.
Advertisement
Advertisement
હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવતા એક બાબત ચોક્કસ લાગે છે કે, આરોપીઓને પોલીસનો ખોફ સહેજ પણ રહ્યો નથી, કારણકે આ હત્યા જે સ્થળ પર કરવામાં આવી ત્યાંથી ગણતરીની પગલા દુર કાલુપુર પોલીસ ચોકી આવેલી છે.
કાલુપુર પોલીસ ચોકી પાસે કરવામાં આવી હત્યા
પોલીસ ચોકી પાસે હોવા છતાય બે શખ્શો આવીને નાઝીમ ઉર્ફે ઝીંગા નામના વ્યક્તિ ઉપર છરીના ઘા મારે છે. જે ગુનામા હત્યારા સાદિક હુસૈન મોમીન અને લિયાક્ત મોમીન નામના બન્ને શખશોની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ગુનામા રફીક હુશૈન અને નાશીર હુસૈન ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે, મૃતક અને આરોપીઓ વચ્ચે થોડાક દિવસો પહેલા લગ્ન પ્રસંગમા જમવા બાબતે તકરાર થઇ હતી. જેમા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સમધાન થઇ ગયું હતું.
મળી રહેલી માહિતી અનુસાર, આ આરોપીઓ અગાઉ પણ જેલની સજા ભોગવી ચૂક્યા છે. જેથી તેમના વિરુદ્ધ કડક પગલા લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં સતત ક્રાઈમના કેસો વધી રહ્યા છે, જેથી પોલીસની મુશ્કેલીઓ પ્રતિદિવસ વધી રહી છે, તો એક તરફ પોલીસ ગુનાહિત પ્રવૃતિઓને ડામવામાં નિષ્ફળ રહેતી હોવાના પ્રશ્ન પણ ઉઠી રહ્યાં છે. અમદાવાદમાં પોલીસની માથાભારે લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા છતા પણ ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
Advertisement