અમદાવાદ: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી જેમાં એક 15 વર્ષીય કિશોરીનું મોત થયુ છે. ઘરમાં પાંચ સભ્યમાંથી ચાર લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી પણ એક કિશોરી અંદર ફસાઇ ગઇ હતી જે બાદ ફાયરબ્રિગેડની ટીમે તેને જીવિત હાલતમાં બહાર કાઢી હતી અને સારવાર માટે હૉસ્પિટલ ખસેડી હતી. જોકે, હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ.
Advertisement
Advertisement
શાહીબાગના ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં આગ લાગી હોવાનો સવારે 7.28 વાગ્યે અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડના રેસક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી ઘટનાસ્થળે પહોચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં રહેલા પરિવારના પાંચમાંથી ચાર સભ્ય સહી સલામત રીતે બહાર નીકળી ગયા હતા. જોકે, એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ નામની કિશોરી આગમાં ફસાઇ ગઇ હતી, જેથી ફાયર બ્રિગેડના જવાનોએ તેને બચાવવા માટેના પ્રયાસ કર્યા હતા.
ફાયર બ્રિગેડના જવાનો આઠમા માળે પહોચ્યા હતા અને ત્યાંથી દોરડુ બાંધીને ફાયર બ્રિગેડના બે જવાન દોરડા વડે સાતમા માળે આગ લાગી હતી તે મકાનામં પહોચ્યા હતા. ત્યાથી દરવાજો તોડીને ચાલુ આગમાં પ્રાંજલ નામની યુવતીને બહાર કાઢી હતી. આગને કારણે દાઝી ગયેલી કિશોરીને બચાવીને ફાયર બ્રિગેડે તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડી હતી. આ દરમિયાન ગંભીર રીતે દાઝી જવાને કારણે સારવાર દરમિયાન જ તેનું મોત થયુ હતુ. જોકે, આ આગ ક્યા કારણસર લાગી તે જાણી શકાયુ નહતુ.
Advertisement