Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > થર્ટીફર્સ્ટને લઈ પોલીસ એક્શન મોડમાં: રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નીકળ્યા તો સીધા જેલ ભેગા કરાશે

થર્ટીફર્સ્ટને લઈ પોલીસ એક્શન મોડમાં: રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નીકળ્યા તો સીધા જેલ ભેગા કરાશે

0
247
  • 8 વાગ્યા બાદ ઝડપાયેલા તમામ લોકોનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે

  • CCTV કેમેરાની મદદથી ચાંપતી નજર રાખવામાં આવશે

  • શહેરમાં 4 હજાર પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત

આજ રાતથી અમદાવાદ શહેર પર પોલીસની બાજ નજર રહેશે. તમામ લોકો પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. જો રાત્રિ કફર્યુ દરમિયાન જે તે વ્યકિત ઘરની બહાર વગર કામે લટાર મારતા જોવા મળશે તો તેની સામે સઘન કાર્યવાહી કરવામાં આવશે. રાત્રે 8 વાગ્યાથી અમદાવાદ શહેરના 28 જેટલા એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવશે.આ કફર્યુમાં 7 DCP, 14 ACp, 100 પીએસઆઈ,50પીઆઈ અને 3500 કોન્સ્ટેબલ તૈનાત રહેશે. રાત્રિ કફર્યુંમાં કોઈ પણ માણસ બહાર દેખાશે તો તેને આખી રાત જેલમાં વિતાવવી પડશે.

અમદાવાદ પોલીસ કંટ્રોલ રુમના ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું છે કે, કોઈ પણ વ્યકિત કામ સિવાય બહાર જોવા મળશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેવે જેલમાં ધકેલી દેવામાં આવશે. શહેરના 28 જેટલા એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસનો લોખંડી બદોબસ્ત રાખવામાં આવશે. અમદાવાદ શહેરની અંદર 300 જેટલી નાકાબંધી પોઈન્ટ રાખવામાં આવ્યા છે અને તે 9 વાગ્યાથી કફર્યુંનો અમલ કરાવવા માટે તૈનાત થઈ જશે.

આ પણ વાંચો: અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પોલીસની નજર, રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળ્યા તો…

આ સાથે તેઓએ જણાવ્યું છે કે, શહેરના મોટા મોટા ફાર્મ હાઉસ સહિતની જગ્યાઓ પર સઘન વોચ રાખવામાં આવશે. જો કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે, સાથે જ 9 વાગ્યા પછી જે અમદાવાદમાં પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે. શહેરના માર્ગ પર 9 વાગ્યા બાદ કોઈપણ રસ્તા પર દેખાશે તો સીસીટીવી કેમેરાના આધારે ફોટો કેપ્ચર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલીને કાર્યવાહી કરશે તેમજ ઝડપાયેલા તમામનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.

અમદાવાદમાં 31ના મુખ્ય સ્થળો પર પોલીસ તહેનાત

31મીએ રાતે સીજી રોડ, એસજી હાઈવે, કાંકરિયા, રિવરફ્રન્ટ સહિતનાં સ્થળે લોકો ભેગા ન થાય એ માટે સાંજે 7 વાગ્યાથી આ તમામ જગ્યાએ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતની એજન્સીના અધિકારીઓ-કર્મચારીઓ તહેનાત રહેશે.

શહેરનાં ફાર્મ હાઉસો પર બાજનજર રખાશે

અમદાવાદ શહેરની આસપાસ આવેલા જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ નથી, આથી લોકો ત્યાં એકઠા પાર્ટી કરવા ભેગા થશે. આમ, ફાર્મ હાઉસો અને વીકએન્ડ હોમ્સ પર સવારથી જ સ્થાનિક પોલીસની બાજનજર રહેશે તેમજ સતત પેટ્રોલિંગ પણ કરશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9