Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અલવિદા અહેમદ પટેલ: તાલુકા અધ્યક્ષથી સોનિયા ગાંધીના સલાહકાર સુધી

અલવિદા અહેમદ પટેલ: તાલુકા અધ્યક્ષથી સોનિયા ગાંધીના સલાહકાર સુધી

0
397
  • સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલનું નિધન

  • અહેમદ પટેલ ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા Ahmed Patel

  • ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મ્યા હતા અહેમદ પટેલ

નવી દિલ્હી:  કોંગ્રેસના સીનિયર નેતા અહેમદ પટેલનું નિધન થયુ છે. અહેમદ પટેલ એક મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. તે બાદ તેમની સારવાર ચાલતી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને કહ્યુ કે, તેમના પિતા અહેમદ પટેલનું આજ સવારે 3 વાગીને 30 મિનિટ પર નિધન થયુ છે. જાણકારી અનુસાર અહેમદ પટેલની ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. આ હોસ્પિટલમાં જ તેમનું નિધન થયુ છે. Ahmed Patel

અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર હતા. તે દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષને લાંબા સમયથી સલાહ આપી રહ્યા હતા. અહેમદ પટેલને કારણે જ સોનિયા ગાંધી ભારતીય રાજકારણમાં પોતાનું પ્રભુત્વ જમાવી શક્યા હતા. પોતાના વડાપ્રધાન પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ તે આટલી મોટી પાર્ટી સંભાળી શક્યા, નરસિમ્હા રાવ જેવા નેતાઓ સાથે સબંધ બગડ્યા છતા પાર્ટીમાં તે બન્યા રહ્યા. આજે પણ કોંગ્રેસ રાહુલ ગાંધી અથવા બીજા કોઇ નેતાથી વધુ સોનિયા ગાંધી પર નિર્ભર છે. સોનિયા ગાંધીની આ સફર પાછળ અહેમદ પટેલનો મોટો હાથ છે. Ahmed Patel

અહેમદ પટેલ ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. 1977ની ચૂંટણીમાં જ્યારે ઇન્દિરા ગાંધીને પણ પાસુ પલટાવવાની આશંકા હતી ત્યારે આ અહેમદ પટેલ જ હતા જે તેમણે પોતાની વિધાનસભા બેઠક પર મીટિંગ કરવા માટે તૈયાર કર્યા હતા. 1977ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસનો ખરાબ રીતે પરાજય થયો ત્યારે ગુજરાતે કઇક શાખ બચાવી હતી. અહેમદ પટેલ તે ગણતરીના લોકોમાંથી એક હતા જે સંસદ પહોચ્યા હતા. 1980ની ચૂંટણીમાં વાપસી બાદ જ્યારે ઇન્દિરા ગાંધીએ અહેમદ પટેલને કેબિનેટમાં સામેલ કરવા માંગ્યા તો તેમણે સંગઠનમાં કામ કરવાને પ્રાથમિકતા આપી હતી. Ahmed Patel

પહેલા ઇન્દિરા ગાંધી અને પછી રાજીવ ગાંધી. રાજીવ ગાંધીએ પણ 1984ની ચૂંટણી બાદ અહેમદ પટેલને મંત્રી પદ આપવા માંગતા હતા પરંતુ અહેમદ પટેલે ફરી પાર્ટીને પસંદ કરી હતી. રાજીવ ગાંધીના રહેતા તેમણે યૂથ કોંગ્રેસનું નેશનલ નેટવર્ક તૈયાર કર્યુ, જેનો સૌથી વધુ ફાયદો સોનિયા ગાંધીને થયો હતો. અહેમદ પટેલના ટિકાકાર કહે છે કે તે આજે જે પણ છે, ગાંધી પરિવાર પ્રત્યે પોતાની ના ડગનારી નિષ્ઠાને કારણે જ છે, જેની પર કોઇ સવાલ નથી ઉઠાવી શકતું. અહેમદ પટેલના રાજીવ ગાંધી સાથેના મતભેદ ગમે તેવા રહ્યા હોય પરંતુ તે રાજીવને કેટલા એડમાયર કરતા હતા, તેની પર કોઇ શંકા નથી. Ahmed Patel

પોલિટિકલ કરિયર: તાલુકા અધ્યક્ષથી પ્રદેશ અધ્યક્ષ સુધી

ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજ્યસભા સાંસદ રહી ચુક્યા છે. અહેમદ પટેલે પોતાની પ્રથમ ચૂંટણી 1977માં ભરૂચથી લડી હતી, જેમાં તે 62,879 મતથી જીત્યા હતા. 1980માં ફરી તેમણે અહીથી ચૂંટણી લડી અને આ વખતે 82,844 મતથી જીત્યા હતા. 1984માં પોતાની ત્રીજી લોકસભા ચૂંટણીમાં તેમણે 1,23,069 મતથી જીત મેળવી હતી. 80 અને 84, બન્ને ચૂંટણીમાં જનતા પાર્ટીના ચંદુભાઇ દેશમુખ બીજા નંબર પર રહ્યા હતા. 1993થી અહેમદ પટેલ રાજ્યસભા સાંસદ છે અને 2001થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા.

આ સિવાય 1977થી 1982 સુધી અહેમદ પટેલ ગુજરાતની યૂથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા છે. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જોઇન્ટ સેક્રેટરી રહ્યા છે. 1985માં તે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા, આ સિવાય અરૂણ સિંહ અને ઓસ્કર ફર્નાન્ડિસ પણ રાજીવ ગાંધીના સંસદીય સચિવ હતા. સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષના પદથી કરિયર શરૂ કરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, જે તે ઓક્ટોબર 1988 સુધી રહ્યા. 1991માં જ્યારે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો અહેમદ પટેલને કોંગ્રેસ વર્કિગ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા. Ahmed Patel

1996માં અહેમદ પટેલને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જોકે, વર્ષ 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જોર્જ સાથે ટકરાવ થયા બાદ આ પદ તેમણે છોડી દીધુ હતું અને આવતા વર્ષે જ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બની ગયા. સંગઠનમાં આ પદો સિવાય તે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી, માનવ સંસાધન મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયની મદદ માટે બનાવવામાં આવેલી કમિટીના સભ્ય પણ રહી ચુક્યા છે. 2006થી તે વકફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય છે. અહેમદ પટેલ ગુજરાત યૂથ કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ રહ્યા છે તો અહેસાન જાફરી બીજા એવા મુસ્લિમ હતા જેમણે ગુજરાતથી લોકસભા ચૂંટણી જીતી હતી. અહેસાન જાફરીની 2002 ગુજરાત રમખાણમાં હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ બજરંગ દળ પર લાગ્યો હતો. Ahmed Patel

અહેમદ પટેલને 10 જનપથના ચાણક્ય પણ કહેવામાં આવે છે. તે કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી પછી નંબર-2 ગણાતા હતા. ઘણી તાકાતવર અસર બતાવનારા અહેમદ પટેલ લો-પ્રોફાઇલ રહે છે અને દરેક કોઇ માટે સીક્રેટિવ છે. ગાંધી પરિવાર સિવાય કોઇને નથી ખબર કે તેમના મગજમાં શું ચાલે છે. અહેમદ પટેલનો પ્રયાસ રહે છે કે દિલ્હી અને દેશની મીડિયામાં તેમની જરા પણ પ્રોફાઇલ ના હોય. તે ક્યારેય ટીવી ચેનલ પર જોવા નહતા મળતા પરંતુ તેમના સમાચાર કંટ્રોલ કરવાનો આરોપ લાગતો રહેતો હતો. ગાંધી પરિવાર અને વડાપ્રધાન સાથે સતત મળતા રહેવાને કારણે અહેમદ પટેલની તસવીરો વધુ નથી. Ahmed Patel

રાજકારણથી દૂર રહે છે પરિવાર

અહેમદ પટેલ પારિવારીક વ્યક્તિ હતા, તે એટલા રૂઢિવાદી હતા કે ટીવી પણ ઓછુ જોતા હતા. અહેમદ પટેલ માનતા હતા કે સામાન્ય ભારતીયની નાડી પારખવા માટે અખબાર બેસ્ટ છે. Ahmed Patel

1949માં મોહમ્મદ ઇશકજી પટેલ અને હવાબેન મોહમ્મદ ભાઇના ઘરે જન્મેલા અહેમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા. તે ભરૂચની તાલુકા પંચાયતના સભ્ય હતા અને વિસ્તારના જાણીતા કોંગ્રેસી હતા. અહેમદ પટેલને પોતાની રાજકીય કરિયર બનાવવામાં પિતાની ઘણી મદદ મળી પરંતુ તેમના બાળક રાજકારણથી દૂર રહ્યા છે. 1976માં તેમણે મેમૂના અહેમદ સાથે લગ્ન કર્યા અને તેમના બે બાળક છે. એક પુત્ર અને એક પુત્રી પરંતુ બન્ને કોંગ્રેસ અથવા કોઇ પણ પાર્ટીના પોલિટિક્સથી દૂર છે. અહેમદ પટેલના નજીકનાઓ માને છે કે અહેમદ પટેલના રહેતા તેમના બાળક ક્યારેય રાજકારણમાં નહી આવે.

આટલી લાંબી કરિયરમાં અહેમદ પટેલની સેક્યુલર નેતાની છબી યથાવત રહી છે. તે દર અઠવાડિયે શુક્રવારે નમાઝ પઢે છે પરંતુ તેમની હાજરીથી ભીડ ભાડ ના થાય માટે મસ્જિદો બદલતા રહે છે. રાજીવ ગાંધી સાથે તેના નજીકનાઓ કેટલાક નેતા ભરૂચને પણ જવાબદાર માને છે. રાજીવ ગાંધીના પિતા ફિરોઝ ગાંધી ભરૂચમાં જન્મ્યા હતા.

કોંગ્રેસના એક સીનિયર જણાવે છે કે કોંગ્રેસમાં ઉઠવા માટે અહેમદ પટેલ સાથે સારા સબંધ જરૂરી છે, તમે તેમના દુશ્મન નથી બની શકતા. જ્યારે કોંગ્રેસી નેતાઓએ સાર્વજનિક સ્ટેજ પરથી પાર્ટીની ટિકા કરી હોય પરંતુ અહેમદ પટેલ સાથે વાત થયા બાદ તે સ્પષ્ટતા આપવા લાગ્યા હતા. કોઇ અહેમદ પટેલની બેડ બુકમાં રહેવા નથી માંગતો. 2004થી 2014 વચ્ચે પાર્ટીની બેઠકોમાં સોનિયા ગાંધી જ્યારે પણ એમ કહેતા કે તે વિચારીને બતાવશે, તો માની લેવામાં આવતુ કે તે અહેમદ પટેલની સલાહ લઇને નિર્ણય કરશે. અહી સુધી કે યુપીએ 1 અને 2ના ઘણા બધા નિર્ણય અહેમદ પટેલની સહમતિ બાદ લેવામાં આવ્યા હતા. કોંગ્રેસની ટોપ લીડરશિપમાં તેમણે ‘ક્રાઇસિસ મેન’ માનવામાં આવતા હતા.

નરેન્દ્ર મોદીનો અહેમદ પટેલ સાથે અલગ સબંધ રહ્યો છે. 2012ની ચૂંટણી રેલીમાં નરેન્દ્ર મોદી તેમનો ઉલ્લેખ કરતા ‘અહેમદ મિયાં પટેલ’ કહે છે. બાદમાં મોદીએ કહ્યુ કે તેમણે મિયાં સમ્માનમાં કહ્યુ હતું પરંતુ કહેનારા કહે છે કે તે કટાક્ષમાં કહ્યુ હતું. ઇશારો એ હતો કે કોંગ્રેસ એક મુસ્લિમને મુખ્યમંત્રી બનાવશે. તે અહેમદ પટેલને પોતાનો મિત્ર ગણાવતા કહે છે કે તે તેમણે ‘બાબુ ભાઇ’ના નામથી બોલાવતા હતા. નરેન્દ્ર મોદી કહે છે કે કોઇ જમાનામાં તે અને અહેમદ પટેલ સારા મિત્ર હતા. એક બીજાના ઘરે આવવા જવાનું રહેતુ હતું. નરેન્દ્ર મોદી દુખ વ્યક્ત કરે છે કે હવે અહેમદ પટેલ તેમનો ફોન પણ નથી ઉઠાવતા.

અહેમદ પટેલે કહ્યુ હતું કે, ‘હું મોદીને માત્ર એક વખત 1980માં મળ્યો હતો, તે સમયે વડાપ્રધાન રાજીવ ગાંધીની જાણકારીમાં મારી આ મુલાકાત થઇ હતી. 2001માં મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમની સાથે એક કપ ચા પણ નથી પીધી.’ ભાજપ તરફથી પીએમ કેન્ડિડેટ બનાવવા પર દૂરદર્શને નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યૂ લીધો હતો અને અહેમદ પટેલને મિત્ર ગણાવનારો ભાગ કાપીને ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટ કર્યો હતો, જેની પર વિવાદ થયો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9