નવી દિલ્હી: દિલ્હી મેયર ચૂંટણીને લઇને ફરી એક વખત સરકાર અને ઉપ રાજ્યપાલ આમને સામને આવી ગયા છે. ઉપ રાજ્યપાલે શુક્રવારે યોજાનારી મેયરની ચૂંટણી માટે ભાજપના કાઉન્સિલર સત્યા શર્માને ચૂંટણી અધિકારી નિયુક્ત કર્યા છે જ્યારે સરકાર ઇચ્છતી હતી કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરને આ જવાબદારી સોપવામાં આવે. આ મામલે દિલ્હી સરકારે ચૂંટણી અધિકારી માટે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર મુકેશ ગોયલના નામનો પ્રસ્તાવ ઉપ રાજ્યપાલને મોકલ્યો હતો. ચૂંટણી અધિકારીનું કામ શુક્રવારે દિલ્હી મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી કરાવવાનું હશે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીનું કહેવુ છે કે ભાજપના કાઉન્સિલર સત્યા શર્મા બીજી વખત કોર્પોરેટર બન્યા છે. જ્યારે મુકેશ ગોયલ તો 1997થી કોર્પોરેટર છે. બીજી તરફ ભાજપે જણાવ્યુ કે ઉપ રાજ્યપાલે સત્યા શર્માને નિયુક્ત કર્યા છે જે બીજી વખત કોર્પોરેટર બનવાની સાથે પહેલા મેયર રહી ચુક્યા છે.
શુક્રવારે MCD મેયર પદની ચૂંટણી
6 જાન્યુઆરી 2023માં દિલ્હી મહાનગરપાલિકાના મેયર પદની ચૂંટણી યોજાશે. આ સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર્સ પણ ચૂંટાશે. તેની માટે બેલેટ પેપરનો કલર કોડ નક્કી કરવામાં આવ્યો છે. મેયરની ચૂંટણી માટે વોટિંગ 11 વાગ્યાથી શરૂ થશે.
મેયર પદના ઉમેદવાર
રેખા ગુપ્તા (ભાજપ)
શૈલી ઓબેરૉય (AAP)
ડેપ્યુટી મેયરના ઉમેદવાર
કમલ બાગડી (ભાજપ)
આલે મોહમ્મદ ઇકબાલ (AAP)
આ રીતે દિલ્હી મેયરની ચૂંટણી રસપ્રદ બની
દિલ્હીમાં મેયરની ચૂંટણી રસપ્રદ બનવાની છે. આમ આદમી પાર્ટી પાસે એમસીડીમાં બહુમત છે. આ જાણતા હોવા છતા પણ ભાજપે પોતાનો મેયરનો ઉમેદવાર ઉતાર્યો છે.
આમ આદમી પાર્ટી નંબર ગેમમાં ભાજપ કરતા ઘણી આગળ છે. વિધાનસભામાં સંખ્યાબળના આધાર પર 14માંથી 13 નામિત ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે જે મેયરની ચૂંટણીમાં મત નાખશે. 10 સાંસદોને પણ વોટિંગનો અધિકાર છે જેમાં 7 ભાજપના અને 3 રાજ્યસભા સાંસદ આમ આદમી પાર્ટીના છે. કુલ જે 274 ચૂંટાયેલા સભ્યને વોટિંગનો અધિકાર છે જેમાં 150ની સંખ્યા આમ આદમી પાર્ટી પાસે છે જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 113 મત છે.
Advertisement