સામાન્ય બજેટ પહેલા બુધવારે શેરબજારમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી.
Advertisement
Advertisement
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, રોકાણકારો આ બજેટ પર નજર રાખી રહ્યા છે અને જોઇ રહી છે કે વૈશ્વિક મંદીની આશંકાને ધ્યાનમાં રાખીને સરકાર અર્થતંત્રના લાંબા ગાળાના વિકાસ માટે શું પગલાં લે છે.
સવારે 9.15 વાગ્યે નિફ્ટી 50 ઇન્ડેક્સ 0.66 ટકા વધીને 17,777 પર હતો, જ્યારે BSE સેન્સેક્સ 0.7 ટકા વધીને 59,963.63 પર હતો.
જાન્યુઆરી મહિનામાં બંને સૂચકાંકોમાં બે ટકાનો ઘટાડો નોંધાયો છે. આ બંને ઇન્ડેક્સ છેલ્લા બે મહિનાથી ખોટમાં ચાલી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
એવું માનવામાં આવે છે કે તે કરદાતાઓને રાહત આપવાની સાથે રાજકોષીય ખાધ ઘટાડવા માટે કેટલાક પગલાં લઈ શકે છે.
Advertisement