Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કૃષિ કાયદો: ખેડૂતો આગળ કેમ નત:મસ્તક થઈ રહી છે મોદી સરકાર?

કૃષિ કાયદો: ખેડૂતો આગળ કેમ નત:મસ્તક થઈ રહી છે મોદી સરકાર?

0
193

ગુરૂવારે ચર્ચા પછી ખેડૂત યૂનિયનોએ કૃષિ કાયદાઓને સ્થગિત કરવાના સરકારના પ્રસ્તાવને અસ્વીકાર કરી દેવામાં આવ્યો છે. ગતિરોધ ખત્મ કરવા માટે આતુર સરકાર આશા રાખી રહી હતી કે, આ પ્રસ્તાવ કામ કરશે પરંતુ આવું થઈ શક્યું નથી. સરકાર દ્વારા 18 મહિના સુધી કાયદાને સ્થગિત કરવાના પ્રસ્તાવ પાછ પાંચ કારણો ગણાવવામાં આવી રહી છે.

1. સુપ્રીમ કોર્ટ દ્નારા કાયદાઓને લાગું થવા પર પ્રતિબંધ લગાવવો: 12 જાન્યુઆરીએ આદેશમાં ટોચની અદાલતે કૃષિ કાયદાઓ પર પ્રતિબંધ લગાવી દીધી. એવું ઘણું ઓછું થાય છે કે, કોર્ટ સંસદ દ્વારા બનાવેલા કાયદાઓ પર પ્રતિબંધ લગાવી દે. કેટલાક નેતાઓનું માનવું છે કે, કોર્ટ દ્વારા કમિટી બનાવવી તે તરફ ઈશારો છે કે, સમાધાન ઝડપીમાં ઝડપી થઈ શકે. કેટલાક નેતાઓ આવી રીતની કોર્ટની દખલને યોગ્ય માની રહ્યાં નથી.

2. જ્યારે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કહેવું છે કે, સરકારે ખેડૂતો સાથે સંવેદનશીલ રીતે વર્તન કરવું જોઈએ. ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં સંગઠનના સુરેશ ભૈયાજી જોશીએ કહ્યું, “બંને પક્ષોને સમાધાન કરવા માટે કોશિશ કરવી જોઈએ અને એક સામાન્ય અભિપ્રાય બનાવવો જોઈએ.” ક્યાંકને ક્યાંક સંઘનો પણ મત છે કે, સરકાર ખેડૂતો સાથે સંવેદનશીલતા રીતે વ્યવહાર કરી રહી નથી. જોશીએ કહ્યું કે, કોઈપણ વિરોધ આટલો લાંબો સમય ચાલે તે સારી વાત નથી. સંઘ ઈચ્છે છે કે, આ મુદ્દાઓનું ઝડપીમાં ઝડપી સમાધાન થવું જોઈએ. એક બીજેપી નેતાએ જણાવ્યું કે, આનો અર્થ છે કે, સંઘ વર્તમાન સ્થિતિમાં ખુશ નથી.

3. સંઘનું નેતૃત્વ કૃષિ કાયદાઓ પર સરકારનો ખુલ્લો સમર્થન ન હોવાથી બીજેપીની અંદર ઉભા થયેલા વિરોધી સૂરને મજબૂતી આપી શકે છે, જેમા એવું માનવું છે કે સરકારને કાયદા પર વધારે વિચાર-વિમર્શ કરવો જોઈએ.

4. 26 જાન્યુઆરી પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ: સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે, 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દિલ્હીમાં થશે કે નહીં તે દિલ્હી પોલીસ નક્કી કરશે. બીજેપીના એક નેતા અનુસાર, સરકાર ઈચ્છતી નથી કે, 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેક્ટર માર્ચ કરે. સરકાર માટે તે શરમજનક વાત બની શકે છે. સરકાર ઝડપીમાં ઝડપી આ મુદ્દાને ઉકેલવા માંગે છે. જો ખેડૂત પરેડ કરે છે તો બધાનું ધ્યાન તેના ઉપર જ જશે અને તે સરકાર ઈચ્છી રહ્યું નથી.

5. સંસદ સત્ર: 29 જાન્યુઆરીથી બજેટ સત્રની શરૂઆત થવાની છે. કૃષિ કાયદાઓના મુદ્દા પર આ દરમિયાન વિપક્ષ બધી જ રીતે સરકાર પર હુમલાવર રહેશે. એક નેતાએ જણાવ્યું કે, “અનેક પાર્ટીઓએ ખેડૂતોને સમર્થન આપ્યું છે, કૃષિ કાયદાઓના મુદ્દા પર બીજેપી સંસદમાં એકલી પણ પડી શકે છે. વિપક્ષ માટે સરકાર વિરૂદ્ધ એક થવાની મોટી તક મળી શકે છે. ભલે સરકાર પાસે બહુમત હોય પરંતુ સરકારને કોઈપણ રીતની વિપક્ષની એકતા રાસ આવશે નહીં.”