Gujarat Exclusive > દેશ-વિદેશ > BUDGET 2021: કૃષિ-ફિશિંગ સેક્ટર માટે જાહેરાત, ખેડૂતોને દોઢ ગણો વધુ MSP આપવાનો પ્રયાસ

BUDGET 2021: કૃષિ-ફિશિંગ સેક્ટર માટે જાહેરાત, ખેડૂતોને દોઢ ગણો વધુ MSP આપવાનો પ્રયાસ

0
339

Agriculture budget 2021

નવી દિલ્હી: ખેડૂતો માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે, મુશ્કેલીના આ સમયમાં પણ મોદી સરકારનું ફોકસ ખેડૂતોની આવક ડબલ કરવા અને વિકાસની ઝડપ વધારવા અને સામાન્ય લોકોને સહાયતા પહોચાડવા પર છે. બજેટમાં કહેવામાં આવ્યુ છે કે ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણો વધુ MSP આપવાનો પ્રયાસ કરવામાં આવશે. કહેવામાં આવ્યુ કે તમામ કોમોડિટી પર દોઢ ગણી વધુ MSP આપવામાં આવશે. નાણાકીય વર્ષ 2021માં MSP માટે 75,100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સરકાર ખેડૂતો માટે સમર્પિત, બજેટમાં નિર્મલાના આમ કહેતા જ હંગામો Agriculture budget 2021

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યુ કે સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા તરફ કામ કરી રહી છે. નિર્મલા સીતારમણ તરફથી કહેવામાં આવ્યુ કે યુપીએ સરકારથી ત્રણ ગણી રકમ મોદી સરકારે ખેડૂતોના ખાતામાં પહોચાડી છે. નાણા મંત્રીએ કહ્યુ કે મોદી સરકાર તરફથી દરેક સેક્ટરમાં ખેડૂતોની મદદ કરવામાં આવી છે. દાળ, ઘઉં, ધાન સહિત અન્ય પાકની એમએસપી વધારવામાં આવી છે. APMCને એગ્રી ઇન્ફ્રા ફંડના દાયરામાં લાવવામાં આવશે. દેશમાં 5 મોટા ફિશિંગ હબ બનાવવામાં આવશે.

કૃષિ ફિશિંગ સેક્ટર માટે જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે સ્વામિત્વ યોજના હવે દેશભરમાં લાગુ કરવામાં આવશે. એગ્રીકલ્ચરના ક્રેડિટ ટાર્ગેટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવી રહ્યુ છે. ઓપરેશન ગ્રીન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેટલાક પાકને સામેલ કરવામાં આવશે અને ખેડૂતોને લાભ પહોચાડવામાં આવશે.

આ પણ વાંચો: BUDGET 2021: રેલ્વે અને મેટ્રો માટે મોટી જાહેરાત, મેક ઇન ઇન્ડિયા પર ભાર મુકાયો Agriculture budget 2021

નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી કહેવામાં આવ્યુ કે પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવામાં આવશે. તમિલનાડુમાં ફિશ લેન્ડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે.

પ્રવાસી મજૂરો માટે દેશભરમાં એક દેશ-એક રાશન યોજના શરૂ કરવામાં આવી છે. એક પોર્ટલની શરૂઆત કરવામાં આવશે જેમાં માઇગ્રેટ વર્કર સાથે જોડાયેલો ડેટા હશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat