Gujarat Exclusive > દેશ-વિદેશ > UP: આગ્રામાં મહિલા ડૉક્ટરની ઘરમાં ઘુસીને ચાકુથી હત્યા, બાળકો પર પણ હુમલો

UP: આગ્રામાં મહિલા ડૉક્ટરની ઘરમાં ઘુસીને ચાકુથી હત્યા, બાળકો પર પણ હુમલો

0
34

આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહિલા ડૉક્ટરની ઘરમાં ઘુસીને ધોળે દહાડે ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી વિસ્તારમાં દહેશતનો માહોલ છે. એક વ્યક્તિ સેટ ટોપ બોક્સ રિચાર્જ કરવાના બહાને ઘરમાં ઘુસ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ ડેન્ટિસ્ટ ડૉક્ટર નિશા સિંઘલ પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આ ઘટના જે સમયે બની ત્યારે નિશા સિંઘલના બન્ને બાળક ઘરમાં બીજા રૂમમાં હતા, તેનો એક બાળક આઠ વર્ષ અને બીજો 4 વર્ષનો છે. Woman Doctor death

હુમલાખોરે ડૉક્ટરના બાળકો પર પણ હુમલો કર્યો હતો પરંતુ તે બચી ગયા હતા. ડૉક્ટર સિંઘલના પતિ અજય સિંઘલ એક સર્જન છે અને હત્યાના સમયે તે હોસ્પિટલમાં હતા. ઘટનાની જાણકારી મળતા તે ઘરે પહોચ્યા હતા અને પોતાની પત્નીને લઇને હોસ્પિટલ આવ્યા હતા, જ્યા મહિલા ડૉક્ટરનું મોત થયુ હતું. Woman Doctor death

પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ કરી લીધી છે. આરોપીનું નામ શુભમ પાઠક છે, પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યુ કે કેબલ ટીવી ટેકનિશિયન બનીને સિંઘલના ઘરમાં દાખલ થવાના આરોપી તેના ઘરને લૂંટવા માંગતો હતો. પોલીસ અધિકારી અનુસાર, આરોપી ડૉક્ટર સિંઘલની હત્યા કરી અને બાળકો પર હુમલો કર્યાના એક કલાક સુધી ઘરમાં જ રહ્યો હતો. Woman Doctor death

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. અખિલેશ યાદવે ટ્વીટમાં લખ્યુ, “આગ્રાના એક વ્યસ્ત વિસ્તારમાં એક મહિલા ડૉક્ટરના ઘરમાં ઘુસીને ગળુ દબાવીને તેની હત્યા કરવાની ઘટનાથી રાજ્ય સ્તબ્ધ છે. ભારત સરકાર ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા અને વિપક્ષને ખોટા કેસમાં ફસાવવામાં લાગેલી છે. સરકાર ટીવી પર પ્રચારની જગ્યાએ, ઉત્તર પ્રદેશમાં ગુનાઓ પર વિચાર કરે”.