Gujarat Exclusive > દેશ-વિદેશ > AGR કેસ: ટેલિકૉમ કંપની અને સરકારથી સુપ્રીમ કોર્ટ નારાજ, ફટકારી નોટિસ

AGR કેસ: ટેલિકૉમ કંપની અને સરકારથી સુપ્રીમ કોર્ટ નારાજ, ફટકારી નોટિસ

0
263

1.47 લાખ કરોડ રુપિયાના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટેલિકૉમ કંપનીઓ અને કેન્દ્ર સરકારના ટેલિકૉમ ડિપાર્ટમેન્ટના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છત્તાં મોટાભાગની કંપનીઓએ બાકી નીકળતા નાણાં ચૂકવ્યા નથી. જેના પર સર્વોચ્ચ અદાલતે કંપનીઓને પૂછ્યું કે, તમારા વિરૂદ્ધ કેમ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે? શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો છે? આ દેશમાં રહેવા કરતા સારૂં છે કે, તેને છોડીને ચાલ્યા જવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરે આદેશ આપ્યો હતો કે, ટેલિકૉમ કંપનીઓ 23 જાન્યુઆરી સુધી બાકી નીકળતી રકમ જમા કરાવે. કંપનીઓને આ નિર્ણય પર પુન:વિચાર કરવાની અપીલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. જે બાદ ભારતી એરટેલ, વૉડાફોન-આઈડિયા અને ટાટા ટેલીએ ચૂકવણી માટે વધારે સમય માંગતા નવું શિડ્યૂલ નક્કી કરવાની અપીલ કરી હતી. જેને શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી હતી.

જે ટેલિકૉમ કંપનીઓ પર AGRના આધાર પર સ્પેક્ટ્રમ અને લાઈસન્સ ફીના 1.47 લાખ કરોડ રુપિયા બાકી છે. તેમાં માત્ર રિલાયન્સ Jioએ અંદાજે 195 કરોડ રુપિયાની ચૂકવણી કરી છે. જેના પર જસ્ટિસ અરૂણ મિશ્રાની પીઠે ભારતી એરટેલ, વોડાફોન, MTNL, BSNL, રિલાયન્સ કૉમ્યુનિકેશન, ટાટા ટેલિકૉમ્યુનિકેશન અને અન્ય કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરોને 17 માર્ચે હાજર થવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટની નારાજગીનું કારણ?
દૂર સંચાર વિભાગના નાણાકીય બાબતો સાથે સંકળાયેલા એક અધિકારીએ ગત દિવસોમાં એટર્ની જનરલ અને બંધારણીય પદો પર બેઠેલા અન્ય ઓફિસરોને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી ટેલિકૉમ કંપનીઓ પર કોઈ કાર્યવાહી ના કરવામાં આવે. ભલે તે AGR કેસમાં બાકી નાણાંની ચૂકવણી ના પણ કરે.

જેના પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જ્યારે આપણે પહેલા જ ટેલિકૉમ કંપનીઓને ચૂકવણીનો આદેશ આપી ચૂક્યા છે, ત્યારે કોઈ ડેસ્ક ઓફિસર આવો આદેશ કેવી રીતે જાહેર કરી શકે છે? શું દેશમાં કોઈ કાયદો વ્યવસ્થા છે કે કેમ? કોઈ અધિકારી કોર્ટના આદેશ વિરૂદ્ધ જવાની જરૂરત કરે છે, તો સુપ્રીમ કોર્ટને બંધ કરી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે, જો આ ઓફિસર એક કલાકની અંદર પોતાનો આદેશ પરત નહીં ખેંચે, તો તેને જેલમાં ધકેલી દેવામાં આવી શકે છે. કંપનીઓએ એક રુપિયો પણ નથી ચૂકવ્યો અને તમે આદેશ પર રોક લગાવવા માંગો છો?

વૉડાફોનને 6438 કરોડ રુપિયાનું નુક્સાન
સરકાર દ્વારા વસૂલવામાં આવતા AGRના કારણે અનેક ટેલિકૉમ કંપનીઓ કંગાળ થવા લાગી છે. વૉડાફોન-આઈડિયાને બીજા ત્રિમાસિકમાં ભારતીય કોર્પોરેટ ઈતિહાસનો સૌથી વધારે 50921 કરોડ રુપિયાનું નુક્સાન થયું હતું. ત્રીજા ત્રિમાસિક માટે ગુરૂવારે જાહેર કરવામાં આવેલા પરિણામ પ્રમાણે વૉડાફોનને 6438.8 કરોડ રુપિયાની ખોટ ગઈ છે. કંપની સતત છઠ્ઠા ત્રિમાસિકમાં જંગી ખોટ થઈ છે.

આ જ પ્રકારે એરટેલને પણ 23045 કરોડ રુપિયાનું મોટું નુક્સાન થયું છે. આખરે શું છે આ સમગ્ર મામલો, કેમ તેનાથી કંગાળ થઈ રહી છે ટેલિકૉમ કંપનીઓ? ચાલો સમજીએ..

શું હોય છે AGR?
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) ટેલિકૉમ મિનિસ્ટ્રીના દૂરસંચાર વિભાગ દ્વારા ટેલિકૉમ કંપનીઓ પાસેથી લેવામાં આવતી યુસેજ અને લાઈસન્સની ફીસ છે. જેના બે ભાગ હોય છે. સ્પેક્ટ્રમ યુઝ ચાર્જ અને લાઈસન્સિંગ ફીસ, જે ક્રમશ: 3-5 ટકા અને 8 ટકા હોય છે.

શું હતો વિવાદ?
ટેલિકૉમ વિભાગનું કહેવું છે કે, AGRની ગણતરી કોઈ ટેલિકૉમ કંપનીઓને થનારી સંપૂર્ણ આવક કે રેવન્યૂના આધાર પર થવી જોઈએ. જેમાં ડિપોજીટ ઈન્ટ્રેસ્ટ અને એસેટ વેચાણ જેવી બિન ટેલિકૉમ સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયેલી આવક પણ સામેલ થાય. બીજી તરફ ટેલિકૉમ કંપનીઓનું કહેવું છે કે, AGRની ગણતરી માત્ર ટેલિકૉમ સેવાઓમાં થનારી આવકના આધાર પર જ થવી જોઈએ.

અક્ષયકુમારની ‘બલમા‘એ કાતિલ અદાઓથી લગાવી આગ, ફેન્સ બોલ્યા- ‘ફાયર બ્રિગેડ મંગવા લે તું…!‘