Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ ગ્રામ્યમાં ત્રણ મહિનાના લાંબાગાળા બાદ કોરોનાથી મોત થયું

અમદાવાદ ગ્રામ્યમાં ત્રણ મહિનાના લાંબાગાળા બાદ કોરોનાથી મોત થયું

0
46

અમદાવાદ: ગ્રામ્યમાં ત્રણ મહિનાના લાંબાગાળા બાદ કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે. આમ હવે અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા વધીને 59 થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા 24મી ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવેલી કોવિડ બુલેટિનમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 59 દર્શાવવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં અમદાવાદ શહેરના આકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે અમદાવાદ ગ્રામ્યમાં 21મી જુલાઈ થી 21મી ઓક્ટોબર સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. જોકે 24મી ઓક્ટોબરના રોજ અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જારી કરવામાં આવેલી બુલેટિનમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા વધારીને 59 કરવામાં આવી છે. આ પહેલા 20મી જુલાઈના રોજ કોરોનાથી દર્દીનું મોત થયું હતું ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 58 હતી.

આ પણ વાંચો: નરેશ કનોડિયાના ભાઈ અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું નિધન 

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવાર સાંજ સુધીમાં નવા 13 કેસ નોંધાતા કુલ આંકડો 2860 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં 650થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 601 અને સાણંદમાં 655 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 45 ટકા જેટલું થાય છે.

આ સિવાય દસક્રોઈ તાલુકામાં કોરોનાનો આંકડો 399 પર પહોંચ્યો છે. અંદવાસ જિલ્લાના વિરમગામ અને બાવળામાં કોરોનાના 341 – 341 કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછા કકેસ ધોલેરામાં 32 અને દેત્રોજમાં 108 કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લાના મુખ્ય માર્ગો પર 8 જેટલી ચેક-પોસ્ટ ઉભી કરવામાં આવી છે જેમાં 1.95 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને 28 લોકોમાં શંકાસ્પદ લક્ષણ દેખાતા તેમને નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ અમદાવાદ ગ્રામીણમાં હોમ કવોરન્ટીન થનાર દર્દીની સંખ્યા 1576 છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5.54 લાખ ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.