Gujarat Exclusive > રાજનીતિ > મુખ્યમંત્રી ચન્નીના આ નિવેદન બાદ યુપી બિહાર, દિલ્હીના લોકોમાં નારાજગી, ભાજપે આ નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો

મુખ્યમંત્રી ચન્નીના આ નિવેદન બાદ યુપી બિહાર, દિલ્હીના લોકોમાં નારાજગી, ભાજપે આ નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો

0
8
પાંચ રાજ્યોની ચૂંટણીમાથી કેટલાક રાજ્યોમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તો પંજાબ સહિતના રાજ્યોમાં મતદાન પ્રક્રિયા 20 ફેબ્રુઆરી થી શરૂ થશે ત્યારે પંજાબમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા એડી ચોટીનું જોર સત્તા પર આવવા ને લઈને લગાવવામાં આવી રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે ત્યારે કાંટે કી ટક્કર સમાન અજંગ સાબિત થશે.

 પંજાબમાં આ વખતે મુખ્યમંત્રી નો ચહેરો ચન્ની જ છે ત્યારે ચન્ની દ્વારા અલગ -અલગ ભાષણો અને રેલીઓમાં પંજાબના લોકોને સંબોધિત કરવામાં આવી રહ્યા છે. ચન્ની એ પંજાબમાં થયેલી સભામાં યુપી બિહાર અને દિલ્હીના ભૈયા ઉપર જે નિવેદન કર્યું તે બાદ રાજકારણ ગરમાયું છે અને ભાજપે તેમના નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો છે.
 મુખ્યમંત્રીશલએ કહ્યું હતું કે યુપી બિહાર દિલ્હીના હૈયાઓને પંજાબ ની અંદર શાસન કરવા નહીં દઈએ. આ પ્રકારના નિવેદનને ભાજપે વખોડી કાઢયું છે અને ભાજપે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીની હાજરીમાં તેમના આ નિવેદન કર્યું છે.
જેથી પ્રિયંકા ગાંધીના યુપી બિહાર ના બહિષ્કાર નું અમે સ્વાગત કરીએ છીએ. તેમનું પહેલાથી જ કામ રહ્યું છે દેશને વિભાજિત કરવાનું એમ કહી ભાજપે પણ સામે પક્ષે ચાબખા માર્યા છે. જોકે પ્રિયંકા ગાંધી પંજાબના વહુ છે માટે બધા એક જુથ થાઓ અને શાસન કરીએ અને યુપી બિહાર અને દિલ્હીના ભૈયા કે જેઓ શાસન કરવા માંગે છે તેમને ઘૂસવા ના દઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat