Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લવ મેરેજ કર્યા બાદ પત્ની અલગ રૂમમાં સૂતી, પતિએ કર્યો આપઘાત

લવ મેરેજ કર્યા બાદ પત્ની અલગ રૂમમાં સૂતી, પતિએ કર્યો આપઘાત

0
170
  • માતાજીની બાધા આવતી હોવાનું કહી પતિથી અલગ સુતિ હતી

  • માતા-પિતાથી અલગ રહેવા બાબતે પતિને વારવાર ત્રાસ આપતી હતી

  • પતિએ સ્યુસાઇડ નોટ લખી 11 દિવસ અગાઉ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદ: લવ મેરેજ કર્યા બાદ પત્ની માતાજીની બાધા હોવાનું કહી પતિથી અલગ રૂમમાં સૂતી હતી.

મિલકતમાં ભાગ અને માતા-પિતાથી અલગ રહેવા બાબતે સતત ઝઘડાથી ત્રસ્ત પતિએ સ્યુસાઇડ નોટ લખી 11 દિવસ અગાઉ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવને લઈ શહેરકોટડા પોલીસે સ્યુસાઇડ નોટના આધારે પત્ની વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સરસપુરમાં જગજીવન સોસાયટીમાં રહેતાં સુરેન્દ્ર અમૃત પરમાર (ઉં,33)ડી કેબીન ખાતે ખલાસી તરીકે નોકરી કરતા હતા.

સુરેન્દ્રએ મણિનગર ખાતે કે.કા.શાસ્ત્રી કોલેજ સામે રહેતી ગીતા કાંતિ પરમાર સાથે ઓક્ટોબર,2018માં પ્રેમલગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ

સાસરીમાં ગયા બાદ ગીતા પરમાર તેના પતિથી અલગ રૂમમાં સૂતી હતી. સાસુએ પૂછ્યું તો માતાજીની બાધા રાખી હોવાથી પતિથી અલગ રૂમમાં સૂતી હોવાનું જણાવ્યું હતું.

પાંચ દિવસ રોકાઈ ગીતા સાસરીમાંથી નીકળી ગઇ હતી.

તે પછી પણ ત્રણ વખત તે સાસરીમાં પરત ફરી અને જતી રહી હતી.

ગીતા અને પતિ સુરેન્દ્ર સાથે નાની નાની બાબતોમાં તકરાર અને ઝઘડા કરતી હતી. મિલકતમાં ભાગ અને માતા પિતાથી અલગ રહેવા સુરેન્દ્રને દબાણ કરતી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 1034 નવા કેસ, કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 67 હજારને પાર

ગીતાએ અગાઉ પણ બે પુરુષો સાથે લગ્ન કર્યા હોવાનું સુરેન્દ્ર અને તેના પરિવારને જાણવા મળ્યું હતું. ગીતા મને સતત ત્રાસ આપી રહી છે,તેવું સુરેન્દ્ર તેની માતાને કહેતો હતો.

ગત તા 27મી જુલાઈના રોજ સુરેન્દ્રની માતા મરણ પ્રસંગે બહાર ગયા હતા. તેઓ પરત ફર્યા ત્યારે પુત્ર સુરેન્દ્રએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવ બાદ સુરેન્દ્રએ લખેલી સ્યુસાઇડ નોટમાં પત્ની ગીતાના ત્રાસથી આત્મહત્યા કરતો હોવાનો ઉલ્લેખ હતો.

જે સ્યુસાઇડ નોટને આધારે શહેરકોટડા પોલીસે મૂળીબહેનની ફરિયાદને આધારે ગીતા પરમાર વિરુદ્ધ પતિને મરવા માટે મજબૂર કરવા અંગેનો ગુનો નોંધ્યો હતો.