Gujarat Exclusive > દેશ-વિદેશ > કેન્દ્ર સરકાર પછી આ રાજ્યોએ પણ પેટ્રોલ પર ઘટાડ્યો ટેક્સ

કેન્દ્ર સરકાર પછી આ રાજ્યોએ પણ પેટ્રોલ પર ઘટાડ્યો ટેક્સ

0
44

કેન્દ્ર સરકાર બાદ કેટલાક રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં પ્રતિ લિટર 7 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. આસામ, ત્રિપુરા, કર્ણાટક અને ગોવાની સરકારોએ પ્રતિ લિટર 7 રૂપિયા સુધી વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી, જ્યારે ઉત્તરાખંડે પ્રતિ લિટર 2 રૂપિયાની રાહત આપી છે.

કેન્દ્ર અને રાજ્યો દ્વારા કરવામાં આવેલા ટેક્સ કાપને ઉમેરવાથી, આસામ, ત્રિપુરા, કર્ણાટક અને ગોવામાં પેટ્રોલના ભાવમાં દિવાળીના દિવસથી 12 રૂપિયા અને ડીઝલના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો થશે. આ સાથે ઉત્તરાખંડમાં પેટ્રોલ 7 રૂપિયા અને ડીઝલ 12 રૂપિયા સસ્તું થયું છે.

ચૂંટણીની તૈયારીમાં લાગેલા ઉત્તર પ્રદેશ અને ગોવા સહિત બિહાર, ગુજરાત, અસમ, ત્રિપુરા, મણિપુર અને કર્ણાટકની સરકારે રાહતની જાહેરાત કરી છે.

સામાન્ય લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે 3 નવેમ્બરને બુધવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી(Excise Duty)માં ઘટાડો કર્યો છે. ઈંધણના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 5 અને 10નો ઘટાડો કર્યો હતો.

દિવાળી પર કરવામાં આવેલી આ જાહેરાત આસમાનને આંબી રહેલા ઈંધણના ભાવોને નીચે લાવવામાં મદદ કરશે અને મોંઘવારીથી પીડિત સામાન્ય માણસને પણ થોડી રાહત આપશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ ગોલેએ ટ્વિટ કરીને તત્કાલ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં સાત રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat