Gujarat Exclusive > યુથ > મનોરંજન > સુશાંત પછી વધુ એક અભિનેતાનું મોત, પરિવારે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

સુશાંત પછી વધુ એક અભિનેતાનું મોત, પરિવારે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

0
257

નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પછી વધુ એક બિહારના એક્ટરનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળ્યું છે. મુજફ્ફરપુરના સિકંદરપુરના રહેવાસી સ્ટ્રગલિંગ એક્ટર અક્ષત ઉત્કર્ષ (Akshat Utkarsh)નો કથિત આપઘાતનો મામલો સામે આવ્યો છે. અક્ષત ઉત્કર્ષ (Akshat Utkarsh)એ મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્થિત તેના ફ્લેટમાં રવિવારે રાત્રે ફાંસો ખાદો.

મુંબઈ પોલીસે પોસ્ટમાર્ટમ પછી અક્ષત ઉત્કર્ષ (Akshat Utkarsh)નો મૃતદેહ પરિવારને સોંપી દીધો છે. સમાચાર મુજબ અક્ષતના પરિવારે મુંબઈ પોલીસ પર તપાસ ના કરવાનો આરોપ લગાવ્યો છે. અક્ષતના પરિવારનું કહેવું છે કે અભિનેતાનું મોત સંદિગ્ધ છે. મુંબઈ પોલીસે આ કેસમાં કોઇ પણ પ્રકારનો સહયોગ નથી આપ્યો અને આ સંબંધમાં કોઈ કેસ પણ દાખલ કર્યો નથી.

આ પણ વાંચો: દિપીકા, સારા, શ્રદ્ધાના બેંક એકાઉન્ટનો વારો, સાત અભિનેતાઓની પણ પૂછપરછ થશે

અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષત ઉત્કર્ષ (Akshat Utkarsh)એ લખઉથી MBAનું અભ્યાસ કર્યું હતુ. તે પછી તે ભોજપુરી ફિલ્મોમાં નસીબ અજમાવવા મુંબઈ જતો રહ્યો હતો. અક્ષત 2 વર્ષથી મુંબઈના અંધેરી વિસ્તારના એક ફ્લેટમાં ભાડેથી રહેતો હતો. મૃતક અક્ષત ઉત્કર્ષ (Akshat Utkarsh)ના સંબંધી રંજીત સિંહે જણાવ્યું કે રવિવારની રાત્રે 9 વાગ્યા અક્ષતના પિતા સાથે વાતચીત કરી હતી, તે પછી મોડી રાત્રે તેના મોતના સમાચાર મળ્યા.

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત તેના ફ્લેટમાં ફાંસો ખાદો હતો. તેની તપાસ હાલ CBI સહિતની સંસ્થાઓ કરી રહી છે. હવે તેમાં ડ્રગ્સ એન્ગલની પણ તપાસ થઇ રહી છે. જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તથા તેના ભાઈની ધરપકડ NCBએ કરી છે. આ કેસ હવે હાઈપ્રોફાઇલ થઇ ગયુ છે. સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા પછી તેમાં બોલિવુડના અનેક જાણીતા નામો સામે આવી રહ્યા છે.