- સતત 12માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી, દિલ્હીમાં 90 રૂપિયાની પાર પહોંચ્યું પેટ્રોલ Adani Gas Price
- ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, અદાણી ગેસે CNGમાં 94 પૈસા અને PNGમાં ₹ 1.29 વધાર્યાં
અમદાવાદ: સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજ ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમત વધી ગઈ છે. આ સિવાય અદાણીએ પણ ગેસની કિંમતોમાં વધારો કરતાં મધ્યમ વર્ગના ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. અદાણી ગેસના આ નિર્ણયથી ગુજરાતમાં CNGના 4 લાખ અને PNGના 10 લાખ ગ્રાહકોનો ખર્ચ વધી જશે. Adani Gas Price
અદાણી ટોટલ ગેસે CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસની કિંમતમાં પ્રતિ કિલો 95 પૈસા વધાર્યા છે. આ સિવાય રસોઈ માટે વપરાતા પાઈપલાઈન ગેસ PNGની ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરે રૂપિયા 1.29નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદમાં CNGના જૂના ભાવ 53.67 હતા, જે હવે વધીને 54.62 થઈ ગયા છે.
આ સિવાય PNGની કિંમતમાં વધીને 29.6 રૂપિયા પર પહોંચી ગયો છે.2 મહિને 2.29 એમએમબીટીયું PNGનો વપરાશ કરનારા પાસેથી આ ભાવ પ્રમાણે બિલ વસૂલવામાં આવશે. જણાવી દઈએ કે, ગત 16 ફેબ્રુઆરીએ આ ભાવ વધારો લાગૂ કરી દેવામાં આવ્યો છે. Adani Gas Price
આ સાથે આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 39 પૈસાનો વધારો થવાથી હવે પેટ્રોલ 90 રૂપિયાની પાર પહોંચીને 90.58 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 37 પૈસા મોંઘુ થવાથી 80.97 રૂપિયા થઈ ગયું છે. Adani Gas Price
આ પણ વાંચો: મતદાન મથક બનેલી શાળાઓમાં સાફ સફાઇ કરવા સૂચના જારી કરાઇ Adani Gas Price
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 97 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે. જ્યારે ડીઝલની કિંમત 88.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસા, તો ડીઝલની કિંમતમાં 36 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત વધીને 87.82 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 87.27 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. આ સિવાય દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો રોજબરોજ નવા રેકોર્ડ સર્જી રહી છે.
દેશમાં મોંઘવારી આસમાને છે. જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હોય કે ગેસ કે પછી અન્ય જરૂરી સામાન. સતત વધતી મોંઘવારી સામાન્ય માનવીને કમર તોડી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો લાગૂ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો ઉમેર્યા બાદ કિંમત લગભગ બેગણી થઈ જાય છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતો કેટલી છે? તેના આધાર પર પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં ફેરફાર થાય છે.