Gujarat Exclusive > રાજનીતિ > હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર દિલ્હીમાં, કોંગ્રેસનો કટાક્ષ- પોતાની ખુરશી બચાવી લો

હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર દિલ્હીમાં, કોંગ્રેસનો કટાક્ષ- પોતાની ખુરશી બચાવી લો

0
23

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને ભાજપ હાઇકમાને દિલ્હી બોલાવ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવામાં આવ્યા બાદ જયરામ ઠાકુરને દિલ્હી બોલાવવામાં આવતા હિમાચલનું રાજકારણ ગરમાઇ ગયુ છે. કોંગ્રેસે ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધુ છે અને એમ પણ કહી દીધુ કે મુખ્યમંત્રી જયરામને હટાવવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી સાથે તેમના મુખ્ય સચિવ ડૉ. આરએન બત્તા પણ દિલ્હી જઇ રહ્યા છે. સીએમ જયરામ ઠાકુર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મંગળવાર બપોરે મળશે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે રાજ્યમાં પેટા ચૂંટણી યોજાવાની છે અને આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં ભાજપ રાજ્યમાં પોતાના નેતૃત્વને મજબૂત કરવામાં જોડાયેલી છે, જેને કારણે હિમાચલને લઇને પણ ચર્ચા ચાલી રહી છે.

જયરામ ઠાકુર પાંચ દિવસ પહેલા દિલ્હી આવ્યા હતા

મુખ્યમંત્રી જયરામ ઠાકુરને 5 દિવસની અંદર જ ફરી દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રકરણ બાદ સીએમને શિમલાથી દિલ્હી બોલાવવાના ઘટનાક્રમથી તમામ રીતની અટકળો ચાલી રહી છે. બુધવારે જ જયરામ ઠાકુરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.

જયરામ ઠાકુરે ગુરૂવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હિમાચલ આવવાનું આમંત્રણ આપ્યુ હતુ અને કેન્દ્રીય મંત્રીને મળ્યા બાદ ઉજ્જેન ચાલ્ગા ગયા હતા. સીએમ રવિવારે જ નવી દિલ્હીથી શિમલા પહોચ્યા હતા અને પછી હાઇકમાને દિલ્હી બોલાવ્યા છે. બીજી તરફ રાજ્યના મંત્રીઓના પ્રદર્શન પર પાર્ટી હાઇકમાન લાંબા સમયથી નજર રાખી રહ્યા છે અને ચૂંટણી પહેલા મંત્રી મંડળમાં પણ ફેરબદલની ચર્ચા છે.

કોંગ્રેસે કહ્યુ- સીએમ ખુરશી બચાવો

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રીએ કહ્યુ કે પાંચ નહી છ મુખ્યમંત્રી બદલવાના છે. માટે જયરામ ઠાકુર પોતાની ખુરશી બચાવી લે. તેમણે કહ્યુ કે ભાજપને લઇને લોકોમાં ભારે ગુસ્સો છે. કૃષિ કાયદાને લઇને હરિયાણામાં જે રીતે ભાજપ રેલી નથી કરી શકતી, તે રીતે બાગવાનો વિરૂદ્ધ મંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ભાજપ હવે શિમલામાં પણ રેલી નથી કરી શકતી.

આ પણ વાંચો: નવા મંત્રી મંડળની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોપાઇ

ભાજપ પાંચ મુખ્યમંત્રી બદલી ચુકી છે

મહત્વપૂર્ણ છે કે વિજય રૂપાણી છેલ્લા છ મહિનામાં હટાવવામાં આવી રહેલા ભાજપના 5માં મુખ્યમંત્રી બની ગયા છે. પહેલા આસામમાં ચૂંટણી પરિણામ સાથે જ નેતૃત્વ પરિવર્તન થયુ. આસામમાં સર્બાનંદ સોનોવાલની જગ્યાએ હેમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તે બાદ ઉત્તરાખંડમાં બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા, પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવીને તીરથ સિંહ રાવતને સત્તાની કમાન સોપવામાં આવી અને ત્રણ મહિના બાદ તેમની જગ્યાએ પુષ્કર ધામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની વિદાય થઇ અને તેમની જગ્યાએ બીએસ બોમ્મઇને મુખ્યમંત્રીની કમાન સોપવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપે મુખ્યમંત્રી બદલી નાખ્યો છે. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ આવી રીતે જ કેટલાક બીજા રાજ્યમાં પણ મુખ્યમંત્રીનો ચહેરો બદલવાનો દાંવ રમી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat