અમદાવાદમાં મહિલાએ તેના સાસરિયા સામે ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, દીકરીને જન્મ આપ્યો ત્યારે સાસરીવાળાઓ કેવા લાગ્યા કે હવે આ દીકરીને કોણ ઉછેર છે. તેના લગ્નનો ખર્ચો કોણ આપશે કહીંને મહિલાને ઘરની બહાર કાઢી મૂકી હતી. હાલ મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી માધુરી (નામ બદલ્યું છે) મહેશ સાથે ગળાડૂબ પ્રેમમાં હતી. બંનેએ લગ્ન કર્યા અને માધુરી સાસરીમાં રહેવા લાગ્યા હતાં. ત્યારબાદ થોડા દિવસમાં માધુરીને તેના સાસરીમાં નાના મોટા ઝઘડા થવા લાગ્યા હતાં.
માધુરી અને મહેશના લગ્ન જીવનમાં એક બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ બાદ સાસરિયા કહેવા લાગ્યા હતા કે, તે તો દીકરીને જન્મ આપ્યો છે. હવે એના લગ્નનો ખર્ચ કોણ આપશે એમ કહીને માધુરીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આખી રાત ઘરની બહાર દીકરી સાથે માધુરી બહાર ઓટલા પર સુઈ રહી અને સવારે પોતાના માતા-પિતાને ઘરે જતી રહી હતી. આ અંગે મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.