Gujarat Exclusive > દેશ-વિદેશ > ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં આંશિક લોકડાઉનનું એલાન, કોરોનાના કહેરને જોતા લીધો નિર્ણય

ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં આંશિક લોકડાઉનનું એલાન, કોરોનાના કહેરને જોતા લીધો નિર્ણય

0
34

કોલકતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થયાના એક દિવસ બાદ જ મમતા બેનરજી સરકારે રાજ્યમાં અચોક્કસ મુદ્દત સુધી આંશિક લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. લૉકડાઉન દરમિયાન રાજ્યમાં તમામ રાજનીતિક અને ધાર્મિક સમારંભોના આયોજન પર રોક લગાવી દેવામાં આવી છે. West Bengal Lockdown

સરકારના આદેશ અનુસાર, લોકડાઉન દરમિયાન રાજ્યમાં શૉપિંગ કોમ્પલેક્સ, બ્યૂટી પાર્લર, સિનેમા હોલ, જિમ અને સ્પા બંધ રહેશે. જો કે માર્કેટમાં દરરોજ 5 કલાક જ કામકાજ કરવાની મંજૂરી મળશે. સવારે 7 થી 10 અને સાંજે 3 થી 5 વાગ્યા વચ્ચે દુકાનો ખુલ્લી રાખી શકાશે.

રાજ્ય સરકારે કહ્યું કે, રેસ્ટોરન્ટ, બાર, જિમ અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. હોમ ડિલિવરી અને અન્ય ઑનલાઈન સર્વિસને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે ચાલુ રાખવાની મંજૂરી રહેશે. જ્યારે તમામ સામાજિક, સાંસ્કૃતિક, મનોરંજન અને શૈક્ષણિક સમારંભો પર રોક રહેશે. જ્યારે ફાર્માસિસ્ટ, મેડિકલ ઈક્વિપમેન્ટ વેચતી દુકાનો, કરિયાણાની દુકાનોને આંશિક લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. West Bengal Lockdown

આ પણ વાંચો:  મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, CM ઉદ્ધવ ઠાકરેએ તમામ જિલ્લાને કર્યા એલર્ટ West Bengal Lockdown

જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ સરકારે કોરોના સંક્રમિત શબોના અંતિમ સંસ્કાર માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરી છે. હકીકતમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કારમાં થઈ રહેલી બેદરકારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મૃતકોના અંતિમ સંસ્કાર માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરી છે.

સરકાર તરફથી આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, શબવાહિનીથી લઈને અંતિમ સંસ્કાર સુધી જે પણ ખર્ચો થશે, તે તમામ રાજ્ય સરકાર ભોગવશે. દર્દીઓ પાસે માત્ર ડેથ સર્ટિફિકેટ હોવું જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat