Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના પછી ભારતમાં નવી બીમારીનો પગપેસારો, ચેન્નઈમાં મળ્યો પ્રથમ કેસ

કોરોના પછી ભારતમાં નવી બીમારીનો પગપેસારો, ચેન્નઈમાં મળ્યો પ્રથમ કેસ

0
2839

નવી દિલ્હી: એક તરફ કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી તરફ ભારતમાં એક નવી બીમારીએ પગપેસારો કર્યો છે. “કાવાસાકી” નામની આ બીમારી કોરોના વાઈરસ કરતાં પણ વધારે ખતરનાક હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બીમારીમાં રક્તવાહીનીઓમાં સોજો આવી જાય છે.

ચેન્નઈમાં એક 8 વર્ષનો બાળક કોરોના વાઈરસ સાથે સંકળાયેલા હાઈપર-ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી પ્રભાવિત મળ્યો છે. આ સિન્ડ્રોમનો ભારતમાં આ પ્રથમ કેસ છે. આ સિન્ડ્રોમથી મહત્વપૂર્ણ અંગ સહિત સમગ્ર શરીરમાં સોજા આવી જાય છે. જેની અસર શરીરના મહત્વપૂર્ણ અંગો પર પડે છે અને જીવનું જોખમ ઉભુ થાય છે.

કોરોનાથી સંક્રમિત આ બાળકને ગંભીર હાલતમાં ચેન્નઈની કાંચી કામકોટિ ચાઈલ્ડ્સ ટ્રસ્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકમાં ઝેરીલા શૉક સિન્ડ્રોમ (શરીરમાં પેદા થતાં ઝેરીલા પદાર્થો) અને કાવાસાકી બીમારી (જેનાથી રક્ત વાહિનીઓમાં સોજા આવી જાય છે)ના લક્ષણ મળ્યા હતા.

આ લક્ષણો શરૂઆતમાં જોવા મળ્યા
મીડિયા રિપોર્ટ મુજબ, આ બાળકની પ્રાથમિક તપાસમાં સેપ્ટિક શૉકની સાથે નિમોનિયા, કોવિડ-19 પેનુમોનિટિસ, કાવાસાકી રોગ અને ઝેરીલા શૉક સિન્ડ્રોમના લક્ષણો મળ્યા હતા.

વેબ એમડીના જણાવ્યા અનુસાર, તેમાં રોગીને થોડા દિવસો સુધી તાવ રહે છે. આ સિવાય પેટમાં દુખાવો, ઉલટી, ડાયરિયા, આંખો લાલ થવી, જીભ પર લાલ ચકામા ઉપસી આવવા અને હાથ-પગની ત્વચા છોલાવાની લક્ષણો મળી શકે છે.

“કાવાસાકી” રોગની સારવાર
તમારા બાળકને તાવ, સોજા અને ત્વચા સંદર્ભી સમસ્યાથી ખૂબ જ પીડા થઈ શકે છે. તેમની પીડા ઓછી કરવા અને રાહત મળે તે માટે ડૉક્ટરો દવા લખી શકે છે. જેવી કે એસ્પિરિન અને ડ્રગ્સ જે લોહીના ગઠ્ઠાને રોકે છે. જો કે એક વાતનો ખ્યાલ રાખશો કે, ડૉક્ટરની સલાહ લીધા વિના તમારા બાળકને કોઈ દવા ના આપશો.

બ્રિટનમાં આવા અનેક કેસો સામે આવ્યા
બ્રિટનમાં આ બીમારીના અનેક કેસો સામે આવ્યા છે. એપ્રિલ મહિનાના અંતમાં કાવાસાકી બીમારીના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકો “કાવાસાકી” નામના ચેપી રોગનો શિકાર થયા છે. બ્રિટનમાં અત્યાર સુધી 100 બાળકો “કાવાસાકી” બીમારીનો શિકાર બની ચૂક્યા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

સ્વદેશી ધમણ વેન્ટિલેટર પર રાજકારણ ગરમાયું, કોંગ્રેસના આરોપ પર સરકારે કરી સ્પષ્ટતા