Gujarat Exclusive > યુથ > મનોરંજન > ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ શું હવે કપિલ શર્મા શોમાં જોવા નહી મળે ભારતી?

ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ શું હવે કપિલ શર્મા શોમાં જોવા નહી મળે ભારતી?

0
93

મુંબઇ: ભારતી સિંહને ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે પરંતુ લાગે છે કે હજુ તેની મુશ્કેલી ઓછી થવાની નથી. ભારતી સિંહને કપિલ શર્મા શોમાંથી બેન કરવામાં આવે તેવા સમાચાર આવી રહ્યા છે,જોકે, કપિલ આવુ નથી ઇચ્છતો. હજુ સુધી શોના મેકર્સ તરફથી કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

એક રિપોર્ટ અનુસાર, શોના મેકર્સે ડિસાઇડ કરી લીધુ છે કે ભારતીને શોમાંથી બહાર કાઢવામાં આવે. કપિલ શર્મા શો એક ફેમિલી શો છે, તેમણે દર્શકોની હસી કોઇ વિવાદ વગર જોઇએ.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ભારતીને કારણે કપિલ શર્માને ટ્રોલ કરવામાં આવ્યો હતો. એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે ભારતી સિંહની જેમ કપિલ શર્મા પણ ડ્રગ્સનું સેવન કરે છે. યૂઝરે લખ્યુ હતું, ‘ભારતીની સ્થિતિ શું થઇ? જ્યાર સુધી પકડાઇ નહી, ડ્રગ્સ નહતી લેતી. તેવો જ હાલ તમારો છે, જ્યાર સુધી પકડાઇ નહી જાવો.   Kapil Sharma Show

કપિલ શર્માએ તેની પર પલટવાર કરતા લખ્યુ, ‘પહેલ તમારા સાઇઝની શર્ટ શીવડાવો’ જોકે, બાદમાં કપિલ શર્માએ આ ટ્વીટને ડિલેટ કરી નાખ્યુ હતું. Kapil Sharma Show

આ પણ વાંચો: ઓફિસ તોડવાના કેસમાં હાઇકોર્ટે પક્ષમાં ચુકાદો આપતા કંગના ઝૂમી ઊઠી

મહત્વપૂર્ણ છે કે તપાસ એજન્સીના એક અધિકારીએ જણાવ્યુ હતું કે એક ગુપ્ત સૂચનાના આધાર પર શનિવારે એનસીબીએ બોલિવૂડ જગતમાં ડ્રગ્સના સેવનની તપાસ મામલે ભારતીના ઘર અને ઓફિસમાં રેડ કરી હતી અને આ દરમિયાન તેના ઘરમાંથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત થયો હતો. Kapil Sharma Show

એનસીબીએ જણાવ્યુ કે ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ ગાંજાનું સેવન કરવાનો સ્વીકાર કર્યો છે. બ્યૂરોના એક અધિકારીએ કહ્યુ હતું કે ભારતીના ઘરેથી જપ્ત માત્રા કાયદા હેઠળ નાની માત્રા છે. એક હજાર ગ્રામ ગાંજા સુધીની નાની માત્રા માનવામાં આવે છે અને તેની માટે છ મહિના સુધીની જેલની સજા અથવા 10,000 રૂપિયા દંડ અથવા બન્ને સજા થઇ શકે છે. વાણિજ્યિક માત્રા (20 કિલોગ્રામ અથવા તેનાથી વધુ) થવા પર 20 વર્ષની સજા થઇ શકે છે. આ વચ્ચેની માત્રા માટે 10 વર્ષની જેલની સજા થઇ શકે છે.  Kapil Sharma Show

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9