Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ પહોંચ્યો કોર્ટ, શાહી ઈદગાહ મસ્જિદ હટાવવાની માંગ

હવે કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ પહોંચ્યો કોર્ટ, શાહી ઈદગાહ મસ્જિદ હટાવવાની માંગ

0
65

નવી દિલ્હી: અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ (Ram Janmabhoomi) ના વિવાદ બાદ હવે શ્રી કૃષ્ણની જન્મભૂમિ (Krishna Janmabhoomi)નો કેસ કોર્ટમાં પહોંચ્યો છે. શુક્રવારે શ્રી કૃષ્ણ વિરાજમાને (Sri Krishna Virajmaan) મથુરા કોર્ટમાં સિવિલ કેસ દાખલ કર્યો છે. જેમાં 13.7 એકર જમીન (કૃષ્ણ જન્મભૂમિ)ની માલિકી માંગી છે.

આ સાથે જ શાહી ઈદગાહ મસ્જિદ હટાવવાની માંગ પણ કરવામાં આવી છે. એવો આરોપ છે કે, આ ઈદગાહ મસ્જિદને શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર બનાવવામાં આવી છે.

દાખલ કરવામાં આવેલી અરજીમાં “ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન”ના નામે આપવામાં આવી છે. આ અરજી મુજબ, શાહી મસ્જિદ અને ઈદગાહ છે, ત્યાં જ સાચી જેલ છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો.

હકીકતમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના ઈતિહાસને લઈને કહેવાય છે કે, જ્યાં હાલમાં ભગવાન કૃષ્ણનું જન્મસ્થાન છે, ત્યાં આજથી લગભગ 5 હજાર વર્ષ પૂર્વે મલ્લપુર વિસ્તારના કટરા કેશવ દેવમાં રાજા કંસની જેલ હતી. જેમાં રોહિણી નક્ષત્રમાં મધ્ય રાત્રીએ ભગવાનનો જન્મ થયો હતો.

આ પણ વાંચો: લૉકડાઉનના 6 મહિના પૂર્ણ, દેશ માટે દુ:સ્વપ્ન સાબિત થઈ રહ્યાં છે દિવસો!

કટરા કેશવદેવને જ ઈતિહાસકાર ડૉ વાસુદેવ શરણ અગ્રવાલ કૃષ્ણભૂમિ માને છે. અનેક રિસર્ચ અને પુરાવાના આધારે મથુરાના રાજનીતિક સંગ્રહાલય સાથે સંકળાયેલા કૃષ્ણદત્ત વાજપેયીના આધારે મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે, આજ ભગવાનનું ખરું જન્મસ્થળ છે.

એવું કહેવાય છે કે, 1968માં શ્રી કૃષ્ણભૂમિ ટ્રસ્ટ અને શાહી ઈદગાહ કમિટી વચ્ચે એક સમજૂતિ થઈ હતી. જે અંતર્ગત જમીન ટ્રસ્ટ પાસે રહેવાની વાત થઈ હતી. જ્યારે મસ્જિદનું મેનેજમેન્ટ અધિર મુસ્લિમ કમિટીને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વાસ્તવમાં શાહી ઈદગાહ મસ્જિદ કૃષ્ણભૂમિથી એકદ્દમ નજીક છે. જાણકારોનું માનીએ તો, ઔરંગઝેબે કેશવનાથ મંદિર ધ્વસ્ત કરીને મસ્જિદ બનાવી હતી. 1935માં અલાહાબાદ હાઈકોર્ટે કાશીના હિન્દુ રાજાને જમીન (જ્યાં મસ્જિદ હતી)ના કાયદેસરના અધિકાર સોંપ્યા હતા.

જે બાદ 1951માં શ્રી કૃષ્ણજન્મભૂમિ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું અને નક્કી કરાયું હતું કે, ત્યાં પુન: મંદિર બનશે અને આ ટ્રસ્ટ તેનું મેનેજમેન્ટ સંભાળશે. 7 વર્ષ બાદ શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ સંસ્થાની રચના કરવામાં આવી. જમીન પર માલિકી ના હોવા છતાં પણ આ સંસ્થાએ ટ્રસ્ટ માટે તમામ ભૂમિકા ભજવી હતી. આગળ જતાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો, પરંતુ 1968માં મુસ્લિમ પક્ષકાર સાથે સમજૂતિ કરવામાં આવી હતી.