Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > એર ઈન્ડિયા બાદ વધુ બે સરકારી કંપનીઓ ડિસેમ્બરમાં જશે ખાનગી હાથોમાં

એર ઈન્ડિયા બાદ વધુ બે સરકારી કંપનીઓ ડિસેમ્બરમાં જશે ખાનગી હાથોમાં

0
69

સરકારી કંપનીઓને પ્રાઈવેટ સેક્ટરને વેચી દેવાનુ સરકારનુ અભિયાન એર ઈન્ડિયાના થયેલા સોદા બાદ વેગ પકડી રહ્યુ છે.

ડિસેમ્બર સુધીમાં વધુ બે સરકારી કંપનીઓ પ્રાઈવેટ પ્લેયર્સના હાથમાં જાય તેવી શક્યતાઓ છે. સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે નીલાચલ સ્ટીલ અને સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ આ બે કંપનીઓની ડીલ ફાઈનલ સ્ટેજમાં છે. જે ડિસેમ્બર સુધીમાં પૂરી થઈ જશે.

સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, સરકાર જે કંપનીઓનુ પ્રાઈવેટાઈઝેશન કરવા માંગે છે તેમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તેમજ પવન હંસ કંપની પણ સામેલ છે. તે ઉપરાંત સરકાર એલઆઈસીના શેર બજાર પર મેગા લિસ્ટિંગની અને માર્ચ ક્વાર્ટરમાં બીપીસીએલ તેમજ બીઈએમએલના પ્રાઈવેટાઈશેન પર પણ આશા રાખી રહી છે.

એર ઈન્ડિયાની માલિકી ટાટા ગ્રૂપ પાસે ગયા પછી એવુ કહેવાઈ રહ્યુ છે કે, સરકાર માટે બીજી દેવાદાર સરકારી કંપનીઓના ખાનગીકરણનો રસ્તો સરળ બનશે. ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને 18000 કરોડ રુપિયામાં ખરીદી લીધી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat