નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત AIIMS પર રેન્સમવેર હુમલાના થોડા દિવસો બાદ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની વેબસાઈટ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ મંગળવારે એનડીટીવીને આ માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર 30 નવેમ્બરે દેશની ટોચની મેડિકલ સંસ્થાની વેબસાઈટ પર 6,000 હેકિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા. IP સરનામું એક ‘યુનિક સરનામું’ જે ઇન્ટરનેટ પરના ઉપકરણને મેચ થાય છે, તે હોંગકોંગ સ્થિત બ્લેકલિસ્ટેડ IP પર ટ્રેસ કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરના રોજ સવારે 6.45 વાગ્યે દિલ્હી AIIMSનું સર્વર હેક થયું હતું. સૌપ્રથમ તો ઇમરજન્સી લેબના કોમ્પ્યુટર સેન્ટરમાં આ બાબત ધ્યાને આવી હતી ત્યારબાદ ધીરે ધીરે રેન્સમવેર એટેક દ્વારા હોસ્પિટલની સમગ્ર કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમને હેકર્સ દ્વારા કબજે કરવામાં આવી હતી. ત્યારથી સર્વરને સાફ કરવા અને તેને હેકર્સના ચુંગાલમાંથી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એક તરફ દિલ્હી પોલીસ આ હેકિંગની તપાસ કરી રહી છે અને બીજી તરફ ઈન્ડિયા કોમ્પ્યુટર ઈમરજન્સી ટીમ (CERT-IN)ના નિષ્ણાતો ઓનલાઈન હેકર્સનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દર વર્ષે AIIMSમાં 38 લાખ દર્દીઓની સારવાર થાય છે. આ સાયબર હુમલાના કારણે દર્દીઓના ડેટાની ચોરી થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
AIIMS સાયબર એટેક કેસમાં 2 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે બંને સિસ્ટમ એનાલિસ્ટ છે. બંનેને અગાઉ કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. જવાબથી સંતુષ્ટ ન થતાં AIIMS પ્રશાસને બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. આ દરમિયાન AIIMSના 50 માંથી 30 સર્વર એન્ટી વાયરસ ઇન્સ્ટોલ કરીને સ્કેન કરવામાં આવ્યા છે.
Advertisement