Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોનાના અંતની શરૂઆત! 9 મહિના બાદ એક પણ મોત નહીં

અમદાવાદમાં કોરોનાના અંતની શરૂઆત! 9 મહિના બાદ એક પણ મોત નહીં

0
82

અમદાવાદ: જીવલેણ કોરોના મહામારી (Corona Pandemic) સામેની જંગ વૅક્સીન (Corona Vaccine) સામે આવ્યા બાદ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે, ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની (Gujarat Corona Case) સંખ્યા છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહી છે. એમાંય રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોનાના (Corona Virus) અંતની શરૂઆત થઈ હોય તેમ 9 મહિના બાદ કોઈ મરણ નથી નોંધાયું.

ગુજરાતના 4 મોટા શહેરો વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોઈ મરણ નથી નોંધાયું. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત ઘટી રહી છે.

સમગ્ર રાજ્યમાં રવિવારે પૂરા થયેલા 24 કલાકમાં કુલ 410 નવા કોરોના કેસ (Gujarat Corona Case) સામે આવ્યા છે, જ્યારે વધુ એક દર્દીનું મરણ નોંધાયું છે. જેમાં ખાસ વાત એ રહી કે, રાજ્યના 4 મોટા શહેરોમાંથી એક પણ મોત નથી થયું. જ્યારે વધુ 704 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જો અમદાવાદની વાત કરીએ તો, કોરોનાના સૌથી વધુ 92 કેસ (Ahmedabad Corona Case) અમદાવાદ જિલ્લામાંથી સામે આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં 89 અને ગ્રામ્ય વિસ્તારમાં 3 નવા કેસ નોંધાયા છે. જ્યારે 285 દિવસ પછી અમદાવાદમાં એક પણ દર્દીનું કોરોનાના (Corona Virus) કારણે મોત નથી થયું. જ્યારે અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી 155 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.

આ પણ વાંચો: હવે વૉટર ID કાર્ડ થશે ડિજિટલ, તમારા મોબાઈલમાં આવી રીતે કરી શકો છો ડાઉનલોડ

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Ahmedabad Corona Case) ઘટતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાના બેડ ખાલી થઈ ગયા છે. 90થી વધુ ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશનના 95% બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વગરના ICUના પણ 94% અને વેન્ટિલેટર સાથેના ICU પણ 91% જેટલા ખાલી થયા છે.

આ સિવાય વડોદરા જિલ્લામાં 86, સુરતમાં 85 અને રાજકોટમાં નવા 59 દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,59,097 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં રવિવારે મહીસાગર જિલ્લામાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધી કુલ 4376 રાજ્યના લોકોને ભરખી ચૂક્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9